Trending: હાઉસિંગ સોસાયટીએ લિફ્ટની સામે લગાવી આવી નોટીસ, સોશિયલ મીડિયા પર મચી ગઇ બબાલ

એક યૂઝરે લખ્યું કે 'આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે અમારી બિલ્ડીંગના ટોપ ફ્લોરથી નીચે આવવામાં 15 મિનિટ સુધીનો સમય લાગે છે.

Trending: હાઉસિંગ સોસાયટીએ લિફ્ટની સામે લગાવી આવી નોટીસ, સોશિયલ મીડિયા પર મચી ગઇ બબાલ

Pune Housing Society Notice: વધતી જતી વસ્તી અને ઘટતી જતી જમીનના લીધે દુનિયાભરમાં ઉંચી ઉંચી બિલ્ડીંગો અને ફ્લેટનું ચલણ એકદમ ઝડપથી વધી ગયું છે. મહાનગરોના પડકારોની વચ્ચે આ બહુમાળી બિલ્ડીંગમાં રહેનારાઓ માટે સૌથી જરૂરી સુવિધા લિફ્ટ ગણવામાં આવે છે. હવે આ લિફ્ટના લીધે પૂણેની એક હાઉસિંગ સોસાયટી (Housing Society) માં લાગેલી એક નોટિસે ઇન્ટરને પર પારો વધારી દીધો છે. 

એક ટ્વિટર યૂઝર સંદીપ મનુધાને દ્રારા શેર કરવામાં આવેલી એક તસવીર એક લિફ્ટના દરવાજાની છે જેની બહાર લગાવેલી નોટિસમાં લખ્યું છે કે ઘરોમાં કામ કરનાર મેડ ફક્ત C અથવા D નો ઉપયોગ કરે. તો ત્યારબાદ બાજુમાં લગાવેલા પેપરમાં લખ્યું કે 'દૂધવાળા, ન્યૂઝપેપરવાળા, કૂરિયર ડિલીવરી બોય, લેબર, 'D' લિફ્ટનો ઉપયોગ કરે. આ પોસ્ટ પર તેમણે કેપ્શન આપી છે કે માણસોના ભાગલા પાડવા ભારતીયોનો સ્વાભાવિક ગુણ છે. પૂણેના પોશ વિસ્તારમાં રહેનારાઓ તેને સાબિત કરી દીધું છે. 

— Sandeep Manudhane (@sandeep_PT) May 5, 2022

ઘરેલૂ કામગારો એટલે કે સોસાયટી હેલ્પર્સ (Society Helpers) માટે લિફ્ટને અલગ કરવાને લઇને સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં છે. પૂણેની સોસાયટીની આ નોટિસમાં તમામ પાલતૂ જાનવરોને ફેરવનારાઓ, ઘરેલૂ નોકરો અને અન્ય તમામ સેવા કર્મીઓને કહેવામાં આવ્યું છે કે તે ફક્ત નોટિસમાં જણાવવામાં આવેલી લિફ્ટનો જ ઉપયોગ કરે. ત્યારબાદ તેને ભેદભાવવાળા ગણાવતા તેની જોરદાર ટીકા થઇ રહી છે.   

આ ટ્વીટે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું તો લોકો તેના પર પોતાના અનુસાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે આ સામાન્ય ચલણ છે જે દેશના ઘણા ભાગમાં વહેંચાયેલું છે. કોઇએ તેને કોરોનાકાળના કોવિડ પ્રોટોકોલ સાથે જોડીને જોયું તો ઘણા લોકો તેને બીજું કંઇક કહીને આ નિર્ણયનો બચાવ કરે છે. 

— guncle sam (@faguettipasta) May 5, 2022

એક યૂઝરે લખ્યું કે 'આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે અમારી બિલ્ડીંગના ટોપ ફ્લોરથી નીચે આવવામાં 15 મિનિટ સુધીનો સમય લાગે છે. તો બીજી તરફ કેટલાક બાળકો અને વડીલ લોકો પાલતૂથી જાનવરોથી ડરી જાય છે. ક્યારેક ક્યારેક યુવાનોને ફોબિયા થઇ જાય છે અને આ સાધારણ વાત છે તેને ઇશ્યૂ બનાવવાની જરૂર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news