કોલંબો: શ્રીલંકા ક્રિકેટે (Sri Lanka Cricket) તેની રાષ્ટ્રીય ટીમના મેનેજરને ઉભરતા ખેલાડી અને મેડિકલ સ્ટાફની એક મહિલા સ્ટાફના જાતીય ગેરવર્તનના આરોપો અંગે અહેવાલ આપવા જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) વિવાદોમાં ઘેરાયો જ્યારે સ્થાનીક મીડિયાના અનેક રિપોર્ટ અનુસાર એક યુવા સ્પિન બોલિંગ હરફનમૌલા હોટલના તેના રૂમમાં મહિલા અધિકારીની સાથે મળ્યો હતો.


મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તન
શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, આવા ઘણા મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે કે હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમનારી ટીમના સભ્યએ મેડિકલ સ્ટાફના સભ્ય સાથે ગેરવર્તન કર્યું છે.


આ પણ વાંચો:- આ ખેલાડીઓએ આપ્યો Rishabh Pantનો સાથ, વિકેટકીપિંગ પર ઉઠી રહ્યા હતા સવાલ


શ્રીલંકા ક્રિકેટે (Sri Lanka Cricket) એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, 'આ બાબતની ગંભીરતાને સમજીને અમે ટીમ મેનેજર અસાંથા ડી મેઇલને ઘટનાની જાણ કરવા જણાવ્યું છે, જેથી મીડિયા અહેવાલોની સચોટતાની પુષ્ટિ થઈ શકે.'


આ પણ વાંચો:- IPL: 100 કરોડના ક્લબમાં સામેલ આ બે ખેલાડી, જાણો કોની કેટલી આવક; આ રહ્યું લિસ્ટ


શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શુક્રવારથી ગોલમાં શરૂ થશે. ટીમના કોચ મિકી આર્થરે બુધવારે કહ્યું કે આવી ઘટના શક્ય નથી કારણ કે તમામ ખેલાડીઓ બાયો બબલમાં રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube