સુનીલ ગાવસ્કરે કહ્યુ, `કપિલ દેવ ભારતના સર્વકાલિન મહાન ક્રિકેટર
ગાવસ્કરે કહ્યુ કે, કપિલ દેવ બેટ અને બોલ બંન્નેથી ભારતીય ટીમને મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ બોલથી વિકેટ લેતા હતા અને બેટથી આવીને આક્રમક બેટિંગ કરતા હતા.
નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)એ કપિલ દેવ (Kapil Dev)ને ભારતના સર્વકાલિન સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કહ્યાં છે. ગાવસ્કરે કહ્યું કે, તેમને તે વાત પર કોઈ શંકા નથી કે કપિલ દેવ ભારતના ઓલ ટાઇમ બેસ્ટ ક્રિકેટર છે. ગાવસ્કરે કપિલને 'કમ્પ્લીટ' ક્રિકેટર કહ્યાં છે. ગાવસ્કરે કહ્યું કે, 1983ના વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ હંમેશા ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર રહ્યાં છે.
ગાવસ્કરે કહ્યુ, સૌથી ઉપર કપિલ દેવ હશે, મારા માટે તે સર્વશ્રેષ્ઠ ઠે. સૌથી આગળ કપિલ હશે. ગાવસ્કરના શબ્દોમાં કપિલ રમતના દરેક પાસા પર પોતાની અસર રાખતા હતા.
ગાવસ્કરે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું, કપિલ દેવ દેશ માટે બેટ અને બોલ બંન્નેથી મેચ જીતાડી શકતા હતા.
તેમણે કહ્યું, 'તે બોલ અને બેટ બંન્નેથી મેચ જીતી શકતા હતા. તે વિકેટ ઝડપીને તમને જીત અપાવી શકે. તે ઝડપથી 80-90 રન બનાવીને મેચનું પરિણામ બદલી શકતા હતા. તેમણે બેટથી પણ પ્રભાવ છોડ્યો અને બોલથી પણ. આ સિવાય આપણે તેમના કેચને પણ ન ભૂલવા જોઈએ. તો કુલ મળીને તેઓ એક સંપૂર્ણ ક્રિકેટર હતા.'
કપિલ દેવનો બેટિંગ અને ફીલ્ડિંગનો રેકોર્ડ
મેચ | ઈનિંગ | રન | હાઈએસ્ટ | 100 | 50 | કેચ | |
ટેસ્ટ | 131 | 184 | 5248 | 163 | 8 | 27 | 64 |
વનડે | 225 | 198 | 3783 | 175* | 1 | 14 | 71 |
કપિલ દેવનો બોલિંગનો રેકોર્ડ
મેચ | ઈનિંગ | વિકેટ | બેસ્ટ | એવરેજ | સ્ટ્રાઇક રેટ | 5 વિકેટ | 10 વિકેટ | |
ટેસ્ટ | 131 | 227 | 434 | 9-83 | 29.64 | 63.9 | 23 | 2 |
વનડે | 225 | 221 | 253 | 5-43 | 27.45 | 44.2 | 1 | 0 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube