IPL 2020: આ સીઝનમાં થશે સુરેશ રૈનાની વાપસી? જાણો ચેન્નઈ સુપર કિંગ્સનો જવાબ
આઈપીએલ 2020મા ધોનીની ટીમ સતત બે મેચ હારી છે, ત્યારબાદ એકવાર ફરી સુરેશ રૈનાની વાપસીને લઈને ફેન્સ સવાલ ઉઠાવી રહ્યાં છે. આ મુદ્દે ટીમના સીઈઓએ રૈનાની વાપસી પર સ્પષ્ટતા કરી છે.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ-2020ની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં જીત બાદ આ ટીમ સતત બે મુકાબલા ગુમાવી ચુકી છે અને ટીમની ઘણી ખામી સામે આવી છે સાથે આ ટીમને સુરેશ રૈનાની ખોટ પડી રહી છે. તો ટીમના ખરાબ પ્રદર્શન બાદ સીએસકેના ફેન્સ રૈનાની વાપસીની વાત કરી રહ્યાં છે, પરંતુ સીએસકે ફ્રેન્ચાઇઝીના સીઈઓ કાસી વિશ્વનાથને ચિન્ના થાલા એટલે કે રૈનાની વાપસીની વાતને નકારી દીધી છે.
પંજાબ બાદ દિલ્હી વિરુદ્ધ પણ ટીમને હાર મળી અને ત્યારબાદ કેપ્ટન એમએસ ધોનીએ ખુદ સ્વીકાર્યું કે ટીમની બોલિંગ તથા બેટિંગ બંન્નેમાં કમી છે, જેના પર કામ કરવાની જરૂર છે. તો કાસી વિશ્વનાથે કહ્યુ કે, ફ્રેન્ચાઇઝી સુરેશ રૈનાની અંગત જિંદગીનું સન્માન કરે છે અને કોઈપણ સ્થિતિમાં તેને ટીમમાં પરત આવવાનું કહેશે નહીં. તેમણે કહ્યું, જુઓ અમે રૈનનાની વાપસીની તરફ જોઈ રહ્યાં નથી કારણ કે તેણે ખુદને ટીમ માટે ઉપલબ્ધ ગણાવ્યો નથી અને અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે તેના વિશે વિચારી રહ્યાં નથી.
દિલ્હી વિરુદ્ધ રમાયેલી મેચ બાદ ચેન્નઈની ટીમે આગામી મેચ સાત દિવસ બાદ રમવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી મેચમાં અંબાતી રાયડૂની વાપસી થઈ જશે. તો ટીમ આ બ્રેકનો ફાયદો ઉઠાવશે અને ફરીથી પોતાના ફેન્સના ચહેરા પર ખુશી લાવશે કાસી વિશ્વનાથને આવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, રમતમાં ખરાબ અને સારા દિવસ હોય છે, પરંતુ વિશ્વાસ અપાવી શકુ છું કે ટીમ મજબૂતીથી બાઉન્સ બેક કરશે અને પોતાના ફેન્સના ચહેરા પર ખુશી લાવશે.
IPL 2020: KKR vs SRH- પ્રથમ વિજય મેળવવા ટકરાશે વોર્નર-કાર્તિક, આ હોઈ શકે છે સંભવિત ઇલેવન
અંબાતી રાયડૂની ફિટનેસ વિશે કાસીએ કહ્યુ કે, તે ફિટ છે અને આગામી મેચમાં ઉપલબ્ધ રહેશે. તો ધોની ટીમમાં કેટલાક ફેરફારની વાત કહી ચુક્યો છે. તેમણે કહ્યું હતું કે રાયડૂ આવ્યા બાદ તે એક વધારાના બોલર સાથે મેદાન પર ઉતરી શકે છે. હવે સીએસકે આગામી મેચ 2 ઓક્ટોબરે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube