નવી દિલ્હીઃ આઈપીએલ 2022માં બેંગ્લોરની ટીમ 27 તારીખથી પોતાનું અભિયાન શરૂ કરશે. આરસીબીનો પહેલાં મુકાબલો પંજાબ કિંગ્સ સામે છે. ત્યારે, બેંગ્લોરમાં સારા ખેલાડીઓ હોવા છતા બેંગ્લોર હજુ સુધી ચેમ્પિયન નથી બની શક્યા. ટીમ છેલ્લી વખત 2016માં ફાઈનલમાં પહોંચી હતી, ત્યારે, આરસીબીની ટીમમે સનરાઈઝર્સ હૈદરાબાદે હરાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઑક્શનમાં ઈન્ટરનેશનલ અને હોમ પ્લેયર્સ પર કઈ અલગ પ્રકારનો દાવ લગાવ્યો હતો. ભલે દેવદત્ત પડિક્કલ અને યુઝવેન્દ્ર ચહલ જેવા સ્ટાર યુવા ખેલાડીઓ ટીમમાં ના હોય, પણ ઓસ્ટ્રેલિયન પેસ બોલર જોશ હેઝલવૂડ, શ્રીલંકન ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગા અને કેરેબિયન સ્ટાર શેરફેન રદરફોર્ડના ટીમમાં આવવાથી ટીમને મજબૂતી પણ મળશે.


આ પણ વાંચોઃ IPL 2022માં જાણો કેવી હશે લખનઉ સુપર જાયન્યટ્સની ટીમ, ડિ કોક અને રાહુલ કરશે ઓપનિંગ


શું આ વખતે IPL જીતશે RCB?
વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાયની આરસીબીએ પહેલાં જ રિટેન કર્યા હતા. આરસીબી ટેબલ પર હમેશા એક મજબૂત ટીમ તરીકે જ દેખાઈ છે. તેમ છતા ટીમ 14 સિઝનમાં જીતવામાં નિષ્ફળ રહી છે. 2009, 2011 અને 2016માં ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. પણ અંતિમ સમયે ટીમ ચોક થઈ હતી. ત્યારે, બેંગ્લોરની ટીમ આ વખતે પોતાના માથેથી ચોકર્સનો ટેગ હટાવવાના પ્રયાસો કરશે તેવું લાગી રહ્યું છે.


RCBની તાકત
ટીમ લિસ્ટ જોઈએ તો આરસીબી પાસે ટૂર્નામેન્ટનો સૌથી ખતરનાક પેસ એટેક છે. ડેથ ઓવર્સ એટલે કે અંતિમ ઓવરોમાં બોલિંગ કરાવવા માટે કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ પાસે ઘણા બધા સારા ઓપશન્સ છે. મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવૂડ સાથે મળીને નવા બોલથી સામેની ટીમના ઓપનર્સને હેરાન કરી શકે છે. જ્યારે, ગત સિઝનના પર્પલ કેપ હોલ્ડર હર્ષલ પટેલ પોતાના ઘાતક સ્લો કટર બોલથી બેટ્સમેનને પરેશાન કરશે. ત્યારે, ફાસ્ટ બોલિંગમાં જેસન બેહરનડૉર્ફ, સિદ્ધર્થી કૉલ અને ઈંગ્લેન્ડના લેફ્ટ આર્મ પેસર ડેવિડ વિલીનો પણ આતંક જોવા મળશે.


આ પણ વાંચો- IPL 2022: MS Dhoni થી લઈ શ્રેયસ ઐય્યર સુધી, જાણો શું મળે છે 10 ટીમના કેપ્ટનને પગાર?


RCBની કમજોરી
મિસ્ટર 360 એટલે એબી ડિવિલિયર્સે ગત વર્ષે નવેમ્બરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. જેનો સૌથી મોટો ઝાટકો આરસીબીને લાગ્યો હતો. ડિવિલિયર્સ ટીમની બેટિંગ લાઈનઅરપનું બેકબોન હતા. જેની ગેરહાજરી ટીમને સીધી સીધી નડી શકે છે. તેવામાં મિડલ ઓર્ડરની પુરી જિમ્મેદારી ગ્લેન મેક્સવેલ પર રહેશે.


અહીં આપનું પડશે સૌથી વધુ ધ્યાન
વિરાટ કોહલી પર બેટિંગ સાથે સાથે કેપ્ટનશીપનું પણ પ્રેશર હતું. તે સતત 9 સિઝનથી ટીમની આગેવાની કરી રહ્યા હતા. ત્યારે, આરસીબીએ આશા રાખવી જોઈએ કે કિંગ કોહલી પુરી સિઝનમાં આરસીબી માટે સારી બેટિંગ કરે. અને જો તે આઉટ ઓફ ફોર્મ રહેશે તો બેટિંગ પ્રેશર દિનેશ કાર્તિક, ફાફ ડૂ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ પર આવશે. જ્યારે, કોહલી સાથે આ ત્રણેયમાંથી એક પણ બેટ્સમેન પર્ફોમ ના કરે તો બેટિંગ કમજોર થઈ શકે છે.


આ પણ વાંચોઃ Gujarat Titan Analysis: અનુભવ અને સ્ટાર્સ બન્નેની કમી છતાં શું છે ગુજરાત ટાઈટન્સના મજબૂત પાસા?


ટીમના 7માં કેપ્ટન હશે ફાફ ડૂ પ્લેસિસ
વિરાટની જગ્યા પર હવે સાઉથ ઓફ્રિકન બેટ્સમેન ફાફ ડૂ પ્લેસિસ ટીમની આગેવાની કરશે. ગત સિઝન સુધી વિરાટ કોહલી ટીમની આગેવાની કરી હતી. વિરાટે 2011થી આરસીબીના કેપ્ટન તરીકેની કમાન સંભાળી હતી. આ સિવાય વિરાટ પહેલાં પાંચ પ્લેયર્સ આરસીબીને લીડ કરી ચુક્યા છે. રાહુલ ડ્રવિડ ટીમના પ્રથમ કેપ્ટન હતા. તે પછી અનિલ કુંબલે, ડેનિયલ વિટોરી, કેવિન પીટરસન અને શેન વૉટશન ટીમ લીડ કરી ચુક્યા છે.


RCBનો સ્ક્વોડ
વિરાટ કોહલી, ગ્લને મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડૂ પ્લેસિસ (કેપ્ટન), હર્ષલ પટેલ, વાનિંદુ હસરંગા, દિનેશ કાર્તિક, જોશ હઝલવૂડ, શાહબાજ અહમદ, અનુજ રાવત, આકાશ દીપ, મહિપાલ લોમરોર, ફિન એલન, શેરફેન રદરફોર્ડ, જેસેન બેહરેનડૉર્ફ, સુયશ પ્રભુદેસાઈ, ચામા મિલિંડ, અનીશ્વર ગૌતમ, કર્ણ શર્મા, ડેવિડ વિલી, લવનીથ સિસોદિયા અને સિદ્ધાર્થ કોલ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube