Syed Modi Badminton : ફાઈનલમાં સૌરભનો પરાજય, તાઈવાની ખેલાડી બન્યો ચેમ્પિયન
તાઈવાનના વાંગ જુ વેઈએ(Wang Tzu Wei) ફાઈનલમાં સૌરભ વર્માને(Saurabh Verma) 21-17, 21-15થી હરાવ્યો હતો. સૌરભે પોતાનાથી ઊંચું રેન્કિંગ ધરાવતા ખેલાડીને 48 મિનિટ સુધી ટક્કર આપી હતી, પરંતુ તે પરાજય ટાળી શક્યો નહીં. સૌરભ વર્માનો વર્લ્ડ રેન્કિંગ(World Ranking) 36 છે. વાંગ જુ વેઈ 22મો ક્રમાંકિત છે.
લખનઉઃ ભારતીય રમતપ્રેમીઓની સૈયદ મોદી બેડમિન્ટન ચેમ્પિયનશિપ (Syed Modi International Championship)માં પોતાના દેશનો ચેમ્પિયન જોવાની ઈચ્છા અધુરી રહી ગઈ. ફાઈનલમાં પહોંચેલો સૌરભ વર્મા(Saurab Verma) રવિવારે 8મા ક્રમાંકિત તાઈવાનના(Taiwan) વાંગ જુ વેઈ(Wang Tzu Wei) સામે પુરુષ સિંગલ્સનું(Mens Singles) ટાઈટલ હારી ગયો હતો.
સૌયદ મોદી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં(Syed Modi Badminton Tournament) રવિવારે પાંચેય કેટેગરીની ફાઈનલ રમાઈ હતી. જેમાં પુરુષ સિંગલ્સમાં પહોંચનારો એકમાત્ર ભારતીય સૌરભ વર્મા હતો. આ અગાઉ મિક્સ્ડ ડબલ્સ અને મહિલા ડબલ્સની ફાઈનલ રમાઈ હતી.
Wrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ
તાઈવાનના વાંગ જુ વેઈએ(Wang Tzu Wei) ફાઈનલમાં સૌરભ વર્માને(Saurabh Verma) 21-17, 21-15થી હરાવ્યો હતો. સૌરભે પોતાનાથી ઊંચું રેન્કિંગ ધરાવતા ખેલાડીને 48 મિનિટ સુધી ટક્કર આપી હતી, પરંતુ તે પરાજય ટાળી શક્યો નહીં. સૌરભ વર્માનો વર્લ્ડ રેન્કિંગ(World Ranking) 36 છે. વાંગ જુ વેઈ 22મો ક્રમાંકિત છે. બંને ખેલાડી ફાઈનલ પહેલા બે મેચમાં રમ્યા હતા.
આ અગાઉ મિક્સ્ડ ડબલ્સનું ટાઈટલ રશિયાની એલિના ડેવેલેતોવા અને રોડિએન એલિમોવે જીત્યો હતો. રશિયન જોડીએ ફાઈનલમાં ઈંગ્લેન્ડની લોરેન સ્મિથ અને માર્ક્સ એલિસની જોડીને 21-18, 21-16થી હરાવી હતી.
મહિલા ડબલ્સનું ટાઈટલ દક્ષિણ કોરિયાની જુંગ કિયુંગ ઈયુન અને બાઈક હા ના નામે રહ્યું હતું. કોરિયન જોડીએ ફાઈનલમાં પોતાના જ દેશની યાંગ યે અને કિમ હ્યે રિનની જોડીને 23-21, 21-15થી હરાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube