Wrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ
20 વર્ષની વિનેશ ફોગાટે(Vinesh Phogat) 55 કિગ્રામ વર્ગની ફાઈનલમાં અંજુ બોબી જ્યોર્જને(Anju George) 7-3થી હરાવીને ગોલ્ડ (Gold) જીત્યો હતો. ઓલિમ્પિક (Olympic) બ્રોન્ઝ વિજેતા સાક્ષીએ(Sakshi Malik) રાધિકાને 4-2થી હરાવીને 62 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો.
Trending Photos
જાલંધરઃ ટાટા મોટર્સ સીનિયર રાષ્ટ્રીય કુશ્તી ચેમ્પિયનશિપના(Wrestling Championship) બીજા દિવસે શનિવારે એક મોટો ઉલટફેર જોવા મળ્યો. એક બાળકની માતા અનિતા શ્યોરાણે(Anita Shyorane) 68 કિગ્રામ વર્ગની ફાઈનલમાં કોમનવેલ્થ રમતોત્સવની(Commonwealth Games) બ્રોન્ઝ મેડલ વિજેતા રેલવેની દિવ્યા કાકરાનને(Divya Kakran) હરાવી દીધી. હરિયાણાની 35 વર્ષની અનિતાએ ગયા વર્ષે પણ ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો. આ વખતે પણ તેણે સૌને ચોંકાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
પંજાબની ગુરુશરણ કૌરે છ વર્ષ પછી પુનરાગમન કરતાં 76 કિગ્રામ વર્ગની ફાઈનલમાં પૂજાને 402થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. રેલવેનું પ્રતિનિધિત્વ કરી રહેલી વિનેશ ફોગાટે(Vinesh Phogat) અને સાક્ષી મલિકે પણ પોત-પોતાના વજનની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
20 વર્ષની વિનેશ ફોગાટે(Vinesh Phogat) 55 કિગ્રામ વર્ગની ફાઈનલમાં અંજુ બોબી જ્યોર્જને(Anju George) 7-3થી હરાવીને ગોલ્ડ (Gold) જીત્યો હતો. ઓલિમ્પિક (Olympic) બ્રોન્ઝ વિજેતા સાક્ષીએ(Sakshi Malik) રાધિકાને 4-2થી હરાવીને 62 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો.
મહારાષ્ટ્રની રેશ્મા માનેએ ઉત્તર પ્રદેશની ફ્રીડમ યાદવને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચંડીગઢની નીતુને 57 કિગ્રા વર્ગમાં સરિરા મોરેના હાથે પરાજય મળ્યો હતો અને તેને સિલ્વરથી સંતોષ કરવો પડ્યો હતો. હરિયાણાની મહિલા પહેલવાનોનો મેડલ ટેલીમાં દબદબો જોવા મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે