નવી દિલ્હી: ટી20 વર્લ્ડકપ2021 17 ઓક્ટોબરથી શરૂ થયો છે, જેમાં ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે, પરંતુ આ મેચ રમાશે કે નહીં તેને લઈને ખુબ જ અવઢવ છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં ભારતીય નાગરિકો પર વધેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે, જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી -20 વર્લ્ડ કપની મેચ રદ કરવાની માંગ ઉઠી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ જકાસ ખેલાડી! વિરાટ કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા!

ભારત પાકિસ્તાન સાથે મેચ નહીં રમે?
ભારત આ વર્ષે ટી 20 વર્લ્ડ કપ જીતવા અને પાકિસ્તાન સામે પણ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટી -20 વર્લ્ડકપની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે. ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ તમામ પાંચ મેચ જીતી છે, પરંતુ જો આ મેચ રદ કરવામાં આવે તો તે ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખરાબ સ્વપ્ન સાબિત થશે.

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

BCCI એ આ મોટું અપડેટ બહાર પાડ્યું છે:
BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચને લઈને એક મોટો અપડેટ જારી કર્યો છે. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે ICC ની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે આ હાઇ વોલ્ટેજ મેચ રદ કરી શકાતી નથી. રાજીવ શુક્લાએ ANI સાથે વાત કરતા કહ્યું, 'અમે જમ્મુ -કાશ્મીરમાં હુમલાની સખત નિંદા કરીએ છીએ. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો સવાલ છે, અમે આઈસીસીની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે રમવાની ના પાડી શકતા નથી.

ચાહકો ક્યારેય નહીં ભૂલે ભારત-પાકની વચ્ચે આ 5 હાઈ વોલ્ટેજ મેચ, પોક મુકીને રોતા હતા પાકિસ્તાની ખેલાડીઓ!
 
ભારત-પાકિસ્તાન મેચનું ભવિષ્ય શું હશે?
રાજીવ શુક્લાએ કહ્યું, 'તમારે આઈસીસી ટુર્નામેન્ટમાં ટીમો સામે રમવું પડશે.' ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાવાની છે. આ મેચ દ્વારા જ વિરાટ કોહલીની સેના ટી 20 વર્લ્ડ કપ માટે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારત અને પાકિસ્તાન સામેની મેચ પહેલા ચાહકોથી લઈને ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો ઉત્સાહિત છે.

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

તાજેતરમાં જ જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, 'મને ક્યારેય આવું લાગ્યું નથી. હું તેને અન્ય મેચોની જેમ અનુભવું છું. હું જાણું છું કે આ મેચને લઈને ખાસ કરીને ટિકિટની માંગ અને વેચાણ વિશે ઘણી ચર્ચાઓ છે. અમારા માટે તે માત્ર ક્રિકેટની મેચ છે, જે યોગ્ય ભાવનાથી રમવી જોઈએ, જે આપણે રમીશું. વાતાવરણ બહારથી અથવા પ્રેક્ષકોના દૃષ્ટિકોણથી અલગ દેખાતું હશે, પરંતુ ખેલાડીઓનો દ્રષ્ટિકોણ વ્યાવસાયિક રહે છે. અમે દરેક મેચને સામાન્ય મેચની જેમ લઈએ છીએ.

Petrol ની ઝંઝટથી મળશે છુટકારો, તમને પોસાય તેટલી કિંમતમાં લોન્ચ થયું છે આ શાનદાર Electric Scooter!

24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપ મેચ:
ભારત અને પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ 2021 માં 24 ઓક્ટોબરે સામસામે હશે. 2016 ના વર્લ્ડ કપમાં છેલ્લી વખત ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 5 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ વખતે ભારત અને પાકિસ્તાનને ટી 20 વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો વિજેતા રેકોર્ડ 5-0 છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી ફરી એકવાર બંને દેશો વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળશે.

Punjab Kings ની ટીમને છોડશે લોકેશ રાહુલ! ટીમ છોડવાનું અંદરનું કારણ બહાર આવ્યુું ને બધા ચોંકી ગયા!

આ પાકિસ્તાન સામે ભારતની પ્લેઇંગ ઇલેવન હોઈ શકે છે:
કેએલ રાહુલ
રોહિત શર્મા (વાઈસ કેપ્ટન)
વિરાટ કોહલી (કેપ્ટન)
ઈશાન કિશન
રિષભ પંત (વિકેટકીપર)
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા
આર. અશ્વિન
શાર્દુલ ઠાકુર
જસપ્રિત બુમરાહ
મોહમ્મદ શમી

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

ભારત અને પાકિસ્તાન 2 વર્ષ પછી ટકરાશે:
ભારત અને પાકિસ્તાનની ટીમો (IND VS PAK) 2 વર્ષ પછી સામસામે આવશે. છેલ્લી વખત બંને ટીમો 2019 વર્લ્ડ કપ દરમિયાન મળી હતી. તે મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માએ તે મેચમાં 140 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ 5 વિકેટે 336 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 6 વિકેટે 212 રન જ બનાવી શકી હતી.

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?


રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે


Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!


મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube