IPL 2021: એક જ વખત ટ્રોફી જીતનાર રાજસ્થાન રોયલ્સની આ વખતે કેવી છે ટીમ, જુઓ એક ઝલક
IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થવાની છે. જેમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની સંજૂ સૈમસનના હાથમાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમમાં સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ મૌરિસ જેવા ખેલાડીઓ છે. રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી એક જ વખત IPL ખિતાબ જીત્યો છે.
નવી દિલ્હીઃ IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થવાની છે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તેની કપ્તાની સંજૂ સૈમસનના હાથમાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમમાં સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ મૌરિસ જેવા ખેલાડીઓ છે. રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી એક જ વખત IPL ખિતાબ જિત્યુ છે. રાજસ્થાન રોયલ્સે વર્ષ 2008માં શેન વોર્નની કપ્તાનીમાં ખિતાબ જિત્યું હતું. જ્યારે આ વર્ષે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે ક્રિસ મોરિસને 16.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
રાજસ્થાને નવા 8 ખેલાડીઓને સામેલ કર્યાં
રાજસ્થાન રોયલ્સે આ વર્ષે ઓક્શનમાં કુલ 8 નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. આ ખેલાડીઓમાં ક્રિસ મોરિસ સહિત લિયામ લિવિંગસ્ટોન, મુસ્તાફિજુર રહમાન, ચેતન સકારિયા, આકાશ સિંહ, કુલદિપ યાદવ, શિવમ દુબે અને કેસી કરિયપ્પાને સામેલ કરવામાં આવ્યા. રાજસ્થાને આ વર્ષે ઓક્શનમાં ખેલાડીઓ પર જોરદાર રૂપિયા લગાવ્યા છે. જેથી હવે તેમની ટીમ સંતુલનમાં જોવા મળી રહી છે. સ્મિથને બહાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ IPL 2021માં જાણો પંજાબ કિંગ્સની ટીમમાં કોણ IN અને કોણ થયું OUT
રાજસ્થાન રોયલ્સે આ વર્ષ ઓક્શન પહેલા જ પોતાના કપ્તાન અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથને ટીમમાંથી રિલીઝ કર્યો. સ્મિથને રિલીઝ કર્યા પછી ટીમે સંજૂ સૈમસનને કપ્તાનીની કમાન સોંપી. સ્ટીવને આ વર્ષે સ્ટિવ દિલ્લી કેપિટલ્સની ટીમમાં સામેલ થયો.
રાજસ્થાન રોયલ્સની સંપૂર્ણ ટીમ
સંજૂ સૈમસન (કપ્તાન)
બેન સ્ટોક્સ (ઓલરાઉન્ડર)
જોફ્રા આર્ચર ( ફાસ્ટ બોલર)
જોસ બટલર (વિકેટકીપર, બેટ્સમેન)
રિયાન પરાગ (બેટ્સમેન)
શ્રેયસ ગોપાલ (સ્પિનર)
રાહુલ તેવતિયા (ઓલરાઉન્ડર)
મહિપાલ લોમરોર (બેટ્સમેન)
કાર્તિક ત્યાગી (ફાસ્ટ બોલર)
એન્ડ્રૂ ટાઈ (ફાસ્ટ બોલર)
જયદેવ ઉનડકટ (ફાસ્ટ બોલર)
મયંક માર્કંડેય (સ્પિનર)
યશસ્વી જયસ્વાલ (બેટ્સમેન)
અનુજ રાવત (વિકેટકીપર, બેટ્સમેન)
ડેવિડ મિલર (બેટ્સમેન)
મનન વોહરા (બેટ્સમેન)
ક્રિસ મોરિસ (ઓલરાઉન્ડર)
શિવમ દુબે (ઓલરાઉન્ડર)
ચેતન સકારિયા (ફાસ્ટ બોલર)
મુસ્તાફિજુર રહમાન (ફાસ્ટ બોલર)
લિયામ લિવિંગસ્ટોન (બેટ્સમેન)
કેસી કરિયપ્પા (સ્પિનર)
આકાશ સિંહ (ફાસ્ટ બોલર)
કુલદીપ યાદવ (ફાસ્ટ બોલર)
આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube