કાનપુર: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી 2 મેચોની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. સિલેક્ટર્સનો સૌથી ચોંકાવનારો નિર્ણય એ રહ્યો કે ઈંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શન કરનારા અજિંક્ય રહાણેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહાણેને ટેસ્ટ કેપ્ટન બનાવવા પર ઉઠ્યા સવાલ
અજિંક્ય રહાણે લગભગ ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થવાની કગાર પર પહોંચી ગયો હતો પરંતુ સિલેક્ટર્સે તેને કેપ્ટન બનાવીને દરેકને ચોંકાવી દીધા. ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું કે અજિંક્ય રહાણે ખુબ ભાગ્યશાળી છે કે તે હજુ પણ ટેસ્ટ ટીમનો ભાગ છે. રહાણે ગુરુવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ટીમનો ભાગ છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં તે કાનપુરમાં પહેલી ટેસ્ટમાં ટીમની કેપ્ટનશીપ પણ કરીશે. 


Ind vs NZ: ભારત માટે પ્રથમ ટેસ્ટમાં આ 2 ખેલાડી લેશે રોહિત-વિરાટની જગ્યા! માત્ર નામથી ડરે છે બોલર


ગંભીરના આ નિવેદને મચાવ્યો ખળભળાટ
ગૌતમ ગંભીરના કહ્યા મુજબ અજિંક્ય રહાણેને ખરાબ ફોર્મ બાદ પણ ભારતીય ટીમમાં એટલા માટે રાખવામાં આવ્યો કારણ કે તેણે કોહલીની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ કરવાની છે. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સના શોમાં કહ્યું કે 'રહાણે ખુબ ભાગ્યશાળી છે કે તે હજુ પણ ટેસ્ટ ટીમનો હિસ્સો છે. કારણ કે તે નેતૃત્વ કરશે. પરંતુ ફરીથી, તેને એક વધુ તક મળશે. આશા છે કે તે તેનો લાભ ઉઠાવશે.'


Team India શું ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? જાણો ભારત સરકાર અને ICCએ શું આપ્યું નિવેદન?


આ બેટર્સની ઓપનર તરીકે પસંદગી
ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે હું મયંક અગ્રવાલની સાથે કે એલ રાહુલને ઓપનિંગ બેટર તરીકે પસંદ કરીશ. કારણ કે તેમણે ઈંગ્લેન્ડમાં ઈનિંગની શરૂઆત કરેલી છે. આ સાથે જ શુભમન ગિલને નંબર ચાર પર બેટિંગ કરાવીશ. ગંભીરે એમ પણ કહ્યું કે રહાણે ખુબ ભાગ્યશાળી છે કે હજુ પણ ટીમનો ભાગ છે અને ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ગંભીરે કહ્યું કે 33 વર્ષના રહાણેએ ઘરેલુ સિરીઝ દ્વારા પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવાની જરૂર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube