ટીમ ઈન્ડિયાના કોચ પદેથી હટ્યા બાદ ગુસ્સે થયા રવિ શાસ્ત્રી, ICC ને આપી દીધી વોર્નિંગ
ટીમ ઈન્ડિયાના કોચ પદેથી વિદાય બાદ રવિ શાસ્ત્રીનો ગુસ્સો જોવા મળ્યો છે. રવિ શાસ્ત્રીએ કોરોનાને કારણે ચાલી રહેલા બાયો-બબલને કારણે ખેલાડીઓની માનસિક સમસ્યા વિતે પોતાની વાત સ્પષ્ટ રીતે રાખી છે.
દુબઈઃ ટી20 વિશ્વકપ 2021માં ટીમ ઈન્ડિયા લીગ રાઉન્ડમાં હારીને સેમીફાઇનલ પહેલા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રવિ શાસ્ત્રીનો કોચ તરીકે ટીમ ઈન્ડિયા સાથે કોન્ટ્રાક્ટ પણ ખતમ થઈ ગયો છે. રવિ શાસ્ત્રીના સ્થાને BCCI એ હવે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના કોચ પદેથી હટ્યા બાદ રવિ શાસ્ત્રીનો ગુસ્સો જોવા મળ્યો છે. રવિ શાસ્ત્રીએ માનશિક અને શારીરિક થાકને લઈને પોતાની ભડાસ કાઢી છે.
ગુસ્સે થયા રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ આ દરમિયાન આઈસીસી અને વિશ્વભરના તમામ ક્રિકેટ બોર્ડને વોર્નિંગ આપી છે. રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, જો આવનારા થોડા સમયમાં માનસિક થાકને લઈને આઈસીસી અને વિશ્વના ક્રિકેટ બોર્ડે કંઈ ન કર્યું તો તેની ક્રિકેટ પર ખરાબ અસર પડી શકે છે. તેવામાં જલદી ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાથી પાછળ હટશે. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની છેલ્લા કેટલાક મહિનાની સ્થિતિ પર કહ્યુ- અમે આશરે 6 મહિનાથી બાયો બબલમાં છીએ. અમને જો આઈપીએલ અને ટી20 વિશ્વકપ વચ્ચે બ્રેક મળ્યો હોત તો સારૂ હોત.
આ પણ વાંચોઃ રોહિત શર્માના કેપ્ટન બનતા જ ટીમ ઇન્ડિયામાંથી કપાશે આ 4 ખેલાડીઓનું પત્તું? કહોલીની છે નજીક
શાસ્ત્રીએ કહ્યુ- જે લોકો રમી રહ્યા છે, તે માણસ છે, આ લોકો પેટ્રોલ પર ન ચાલી શકે. સૌથી પહેલા મારા મગજમાં આરામની વાત આવે છે. હું માનસિક રૂપથી થાકેલો છું, પરંતુ મારી ઉંમરમાં આવું થવું આશા કરુ છું, પરંતુ આ ખેલાડી માનસિક અને શારીરિક રૂપથી થાકેલા છે. રવિ શાસ્ત્રીએ કહ્યુ- અમે હાર સ્વીકાર કરીએ છીએ અને અમે હારથી ડરતા નથી. જીતવાનો પ્રયાસ કરતા તમે મેચ હારી શકો છો, પરંતુ અમે અમે જીતવાનો પ્રયાસ ન કર્યો, કારણ કે અમને એક્સ ફેક્ટરની ખોટ પડી.
કોહલીએ પણ કરી ફરિયાદ
રવિ શાસ્ત્રી સિવાય વિરાટ કોહલીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ટી20 કેપ્ટનશિપ છોડ્યા બાદ વિરાટ કોહલી ખુદને રોકી શક્યો નહીં અને તેણે પોતાના વિશે અને ટીમ ઈન્ડિયાને લઈને ખુલાસા કર્યા છે. કેપ્ટનશિપ છોડ્યા બાદ કોહલીએ કહ્યું- હવે હું રાહત અનુભવી રહ્યો છું. છેલ્લા 6થી 7 વર્ષમાં જ્યારે પણ મેદાનમાં પદ મુક્યો, આક્રમક ક્રિકેટ રમ્યો. જેની શરીર પર ખુબ અસર પડે છે. ટી20 ક્રિકેટમાં વધુ અંતર હોતું નથી. જો તમે પ્રથમ બે મેચોમાં શરૂઆતી લગભગ બે ઓવરમાં વધુ જુસ્સા સાથે રમો છો તો વસ્તુ અલગ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડીની 9 મોટી સિદ્ધિ, જેના પર દરેક ભારતીયને થશે ગર્વ
કોહલીએ રવિ શાસ્ત્રીનો માન્યો આભાર
વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રી અને અન્ય સહયોગી સ્ટાફનો ટીમ ઈન્ડિયાના અંતિમ મુકાબલા બાદ આભાર માન્યો છે. વિરાટ કોહલીએ કહ્યુ- તે બધા લોકોનો આભાર, આ વર્ષોમાં તેમણે શાનદાર કામ કર્યું અને ટીમને એક રાખી. ટીમની આસપાસ શાનદાર માહોલ રહ્યો, તે અમારા મોટા પરિવારનો વિસ્તાર છે. તેણે પણ ભારતીય ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અમારા બધા તરફથી આભાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube