મેલબોર્નઃ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નવા વર્ષ પર 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ રહેલી અંતિમ અને નિર્ણાયક મેચમાં રમશે. રવિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા પર 137 રનથી જીતની સાથે ભારતે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારત જો આ ટેસ્ટ મેચ ડ્રો પણ કરાવી દે તો, તે 71 વર્ષમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવી લેશે. જાણવા મળી રહ્યું છે કે, સિડનીની પિચ સ્પિન રહેશે. તેથી એકવાર ફરી ભારત આ મેચને જીતવા માટે પ્રબળ દાવેદાર લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર એક જીતની સાથે ભારત રેકોર્ડ બનાવી રહ્યું છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયાને 31 રનથી પરાજય આપીને ટીમ ઈન્ડિયાએ 15 વર્ષ બાદ વિજય મેળવ્યો હતો. મેલબોર્નમાં કાંગારૂને 137 રનથી હરાવીને ભારતે 37 વર્ષનો દુષ્કાળ પૂરો કર્યો હતો. જો ભારત હવે સિડનીમાં પણ જીતશે તો 40 વર્ષ બાદ અહીં વિજય મેળવવાનો રેકોર્ડ બનાવી લેશે. સિડનીમાં છેલ્લે ભારત 1978મા બિશન સિંહ બેદીની આગેવાનીમાં જીત મળી હતી. તે સમે ભારતે મેચ ઈનિંગ અને 2 રનથી જીતી હતી. 


સિડનીમાં ભારતીય ટીમના રેકોર્ડની વાત કરીએ તો તે સારો નથી. ભારતે અત્યાર સુધી 11 મેચ રમી છે અને એકમાત્ર જીતી છે. જ્યારે 5 મેચમાં ઓસ્ટ્રેલિયા અને પાંચ મેચ ડ્રો રહી છે. છેલ્લે ભારતે અહીં વિરાટની આગેવાનીમાં 6-10 જાન્યુઆરી 2015મા ટેસ્ટ મેચ ડ્રો કરાવ્યો હતો. ભારત ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવ્યા બાદ દબાવમુક્ત છે. તેવામાં ભારત જો આ મેચ ડ્રો કરાવી લે તો 71 વર્ષમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઝંડો લહેરાવશે. 



સિડનીમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
1. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 12-18 ડિસેમ્બર 1947 - મેચ ડ્રો


2. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 26-31 જાન્યુઆરી 1978, ઓસ્ટ્રેલિયા 144 રનથી જીત્યું


3. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 7-12 જાન્યુઆરી 1978 - ભારત ઈનિંગ અને 2 રને જીત્યું



4. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 2-6 જાન્યુઆરી 1981, ઓસ્ટ્રેલિયાનો ઈનિંગ અને ચાર રને વિજય


5. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 2-6 જાન્યુઆરી 1986 - મેચ ડ્રો


6. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 2-6 જાન્યુઆરી 1992 - મેચ ડ્રો


7. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 2-6 જાન્યુઆરી 2000, ઓસ્ટ્રેલિયાનો ઈનિંગ અને 141 રને વિજય


8. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા- 2-6 જાન્યુઆરી 2004, મેચ ડ્રો


9. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 3-7 જાન્યુઆરી 2008, ઓસ્ટ્રેલિયા 122 રને જીત્યું


10. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 3-6 જાન્યુઆરી 2012 - ઓસ્ટ્રેલિયાનો ઈનિંગ અને 68 રને વિજય


11. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 6-10 જાન્યુઆરી 2015, મેચ ડ્રો