દુબઈઃ જે ICC T20 વર્લ્ડ કપની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરથી ક્વોલિફાયર મુકાબલાની શરૂઆત થઈ છે તો 23 ઓક્ટોબરથી સુપર-12 રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટ જીતવાની મજબૂત દાવેદારના રૂપમમાં મેદાને ઉતરવાની છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભલે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરીટ લીસ્ટમાં છે. પણ ઘણા બધા પાસાઓને ભારતીય ટીમે ધ્યાન પર લેવું પડશે. ત્યારે આજે અમે તમારા માટે ટીમ ઈન્ડિયાનું SWOT ANALYSIS લઈને આવ્યા છે. જેમાં, ભારતીય ટીમની STRENGTH, WEAKNESS, OPPURTUNITIES AND THREAT વિશે જણાવશું.


આ પણ વાંચોઃ T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયું!


STRENGTH:
ભારતના મોટા ભાગના ખેલાડી IPL રમી રહ્યા છે. IPLનો આ લેગ દુબઈમાં રમાઈ રહ્યો છે. ત્યારે, દુબઈમાં રમાનારો T20 વર્લ્ડ કપ પણ દુબઈમાં જ રમાવાનો છે. જેથી ભારતીય ટીમના ખેલાડીઓને ફાયદો થશે. કેમ કે ભારતીય ખેલાડી ત્યાંની પરિસ્થિતિ સાથે મેળ આવશે. ભારતએ દુબઈની પીચને ધ્યામાં રાખી સ્પિનર્સનો સમાવેશ કર્યો છે. ત્યારે, સ્પિન ડિપાર્ટમેન્ટમાં પણ ભારતીય ટીમે વેરિએશન રાખ્યો છે. જેમાં, અશ્વિન ઓફ સ્પિનર છે. રવિન્દ્ર જાડેજા લેફ્ટ આર્મ ઓર્થોડોક્ષ સ્પિનર છે. જ્યારે, રાહુલ ચહર લેગ સ્પિનર છે. સાથે જ મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તિનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. તો બીજી તરફ ડેથ ઓવર્સમાં બોલિંગ કરવા માટે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ છે. 


બેટિંગની વાત કરવામાં આવે તો સુર્યકુમાર યાદવના ટીમમાં આવવાથી ટીમને બળ મળ્યું છે. જ્યારે, ટોપના મિડલ ઓર્ડર બેટ્સમેન પણ ભારતીય ટીમમાં છે. જેમાં, રિષભ પંત, ઈશન કિશન અને હાર્દિક પંડ્યા.


આ પણ વાંચોઃ ICC T20 WORLD CUP 2021: આજથી વિશ્વકપનો પ્રારંભ, જાણો તમામ ટીમ, ગૃપ અને કાર્યક્રમની સંપૂર્ણ વિગત


WEAKNESS:
ભારત પાસે ત્રણ ઓપનિંગ બેટ્સમેન છે. જેમાં, વિરાટ કોહલી, કે એલ રાહુલ અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. પણ આ ત્રણેય બેટ્સમેનને સેટ થવામાં ટાઈમ લાગે છે. જેના કારણે ભારતને પિન્ચ હિટર ઓપનરની કમી ખલશે. 


જ્યારે, બોલિંગમાં પણ માત્ર ત્રણ પેસ બોલર્સ લેવાયા છે. જે પણ ભારત માટે કમજોરી બની શકે છે. મોહમ્મદ શમી પેસ બોલર છે પણ તે ટેસ્ટ અને વન ડેમાં સારી બોલિંગ કરી શકે છે. ભલે શમીએ 2019 IPLથી સારું પર્ફોર્મ કર્યું છે. પણ દિપક ચહરની ટીમને કમી ચોક્કસથી રહેશે. 


OPPURTUNITIES:
જો ભારતીય ટીમના ખેલાડીઓ પોતાના IPL પર્ફોમન્સને કન્ટિન્યુ રાખશે. તો વિરાટ કોહલી પોતાની સુકાની હેઠળ ભારતને એક ICC ટ્રોફી જીતાવી શકે છે. જો બોલિંગના પોઈન્ટ ઓફ વ્યુથી વાત કરીએ તો અશ્વિન સ્પિન બોલિંગથી ઓપનિંગ ઓવર્સ ફેંકી શકે છે. જેના કારણે સામેની ટીમોને તે મોટું નુકસાન કરાવી શકે છે. ત્યારે, 4 સ્પિન બોલર્સ સાથે ઉતરેલી ટીમને સ્પિનર્સ ફાયદો અપાવી શકે છે. 


THREAT:
એગ્રેજી કહેવત છે, TO MANY COOKS SPOIL THE MEAL એટલે ઘણા બધા રસોઈયા ખાવાનું બગાડે. તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. કેમ કે કેપ્ટન કોહલી, વાઇસ કેપ્ટ રોહિત અને કોચ રવિ શાસ્ત્રી સાથે આ વખતે મેન્ટર ધોની પણ છે. ત્યારે, જો EGO ક્લેશ થાય તો ભારતને નુકસાન થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube