T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયું!

ટી-20 વર્લ્ડ કપની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ભારતનો પ્રથમ મુકાબલો 24 ઓક્ટોબરે રમાવા જઈ રહ્યો છે. ત્યારે, વર્લ્ડ કપથી જોડાયેલી તમામ વાતોં અહીં જાણો.

T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયું!

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ભારતનો પ્રથમ મુકાબલો 24 ઓક્ટોબરે રમાવા જઈ રહ્યો છે. ત્યારે, વર્લ્ડ કપથી જોડાયેલી તમામ વાતોં અહીં જાણો. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત આજથી થઈ રહી છે. UAE અને ઓમાનમાં રમાનારા આ વર્લ્ડ કપની પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. લગભગ પાંચ વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપ રમાવવા જઈ રહ્યો છે. છેલ્લો વર્લ્ડ કપ 2016માં વેસ્ટ ઈન્ડિઝે જીત્યો હતો. ભારત સાથે અનેક ટીમો વર્લ્ડ કપ જીતવાની રેસમાં છે. તેવામાં વર્લ્ડ કપથી જોડાયેલી તમામ વાતો જાણી લો...

ટી-20 વર્લ્ડ કપના પ્રથમ દિવસે બે મેચ રમાશે (17th October)
પ્રથમ મેચ - ઓમાન VS પાપુઓ ન્યૂ ગિની (બપોરે 3:30 વાગ્યે)
બીજી મેચ - બાંગ્લાદેશ VS સ્કોટલેન્ડ (સાંજે 7:30 વાગ્યે)

- કોરોના સંકટના કારણે ટી-20 વર્લ્ડ કપ જે 2020માં ભારતમાં રમાવવાનો હતો. તે કોરોનાના કારણે 2021માં UAE અને ઓમાનમાં રમાવવાનો છે. જોકે, વર્લ્ડ કપની યજમાની ભારકીય ક્રિકેટ બોર્ડ જ કરી રહ્યું છે. 

- આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, વર્લ્ડ કપ કુલ 3 સ્ટેજમાં રમાવવા જઈ રહ્યો છે. રાઉન્ડ 1, સુપર 12 અને પ્લેઓફ મુકાબલા. રાઉન્ડ 1 આજેથી શરૂ થઈ રહ્યો છે, જેમાં 2 ગૃપમાં 4-4 ટીમો ભાગ લેશે, બંને ગૃપની બે ટોપની ટીમો સુપર 12માં પહોંચશે.

- સુપર 12માં 6-6 ટીમો બે ગૃપમાં રહેશે. સુપર 12 માટે 8 ટીમો પહેલાંથી જ નક્કી છે. જ્યારે, 4 ટીમો રાઉન્ડ 1માંથી આવશે. જ્યારે, સુપર 12ના બંને ગૃપમાંથી ટોપની 2 ટીમ સેમી ફાઈનલમાં પહોંચશે. 

- આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં DRS સામેલ છે, આ પ્રથમ વખત થઈ રહ્યું છે. તમામ ટીમોને એક ઈનિંગમાં 2 રિવ્યૂ લેવાનો ચાન્સ મળશે.

- ઓમાનમાં રમાનારી મેચોમાં માત્ર 3000 લોકો જ મેચ જોઈ શકશે, જ્યારે, UAEમાં રમાનારી મેચમાં સ્ટેડિયમ કેપેસિટીના 70 ટકા લોકો મેચ જોવા આવી શકશે. મેચ જોવા આવનાર વેક્સીનેટેડ હોવા જોઈએ.

રાઉન્ડ 1
ગૃપ A - શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબીયા
ગૃપ B - બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પ્પુઆ ન્યુ ગુનીયા અને ઓમાન

સુપર 12 
ગૃપ 1 - ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2
ગૃપ 2 - ઈન્ડિયા, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2 અને B1
 
પોઈન્ટ ટેબલના નિયમો-
દરેક ટીમને જીતવા પર 2 પોઈન્ડ અપાશે, હારવા પર ઝીરો પોઈન્ડ અપાશે. જો રદ્દ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. જ્યારે, બે ટીમના સરખા પોઈન્ટ હશે તો રન રેટના આધારે રિઝલ્ટ નક્કી કરાશે. 

મેચ ટાઈ થશે તો શું?
ટી-20 વર્લ્ડ કપમાં જો મેચ ટાઈ થશે તો સુપર ઓવર રમાડવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થશે તો વધુ એક સુપર ઓવર રમાડવામાં આવશે. અને જો વરસાદના કારણે સુપર ઓવર પણ નહીં રમાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ અપાશે. 

જો સેમીફાઈનલ કોઈ નિર્ણય નહીં આવે તો સુપર 12માં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે. ફાઈનલમાં કોઈ નડતર આવે તો બને ટીમોને ચેમ્પિયન ઘોષિત કરવામાં આવશે. 

વર્લ્ડ કપ જીતનારી ટીમને શું મળશે?
ટૂર્નામેન્ટ જીતનારી ટીમને 1.6 મિલિયન (લગભગ 12 કરોડ) અને રનરઅપ રહેનારી ટીમને 8 લાખ ડોલર (લગભગ 6 કરોડ) રૂપિયા મળશે. 
ટી-20 વિશ્વકપમાં સેમિફાઇનલ સુધીની સફર કરનારી ટીમને લગભગ 3 કરોડ રૂપિયા મળશે. આ સાથે ICCએ સુપર 12 સ્ટેજમાં દરેક મુકાબલો જીતવા પર ટીમને બોનસ મળવાનું પણ જારી રહેશે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની મેચ-
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરે રમાશે. ત્યારબાદ, 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ભારત રમશે. 3 નવેમ્બરે ભારત અફઘાનિસ્તાન સામે રમશે. જે બાદ 5 અને 8 નવેમ્બરે ભારતની 2 મેચ છે, જ રાઉન્ડ 1માંથી સુપર 12માં આવનારી ટીમ સામે રહેશે. 

ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકશો મેચ?
ભારતીય સમયનુસાર વિશ્વકપની મેચો 2 સમયે રમાશે, પ્રથમ મેચ બપોરે 3:30 વાગ્યે અને બીજી મેચ સાંજે 7:30 વાગ્યે. ભારતની તમામ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. ભારતમાં ટી-20 વર્લ્ડ કપ સ્ટાર સ્પોર્ટર્સની ચેનલો પર જોઈ શકાશે. જ્યારે, હોટસ્ટાર પર પણ ઓનલાઈન જોઈ શકાશે. સાથે દૂરદર્શન પણ ભારતના તમામ મેચ, સેમીફાઈનલ અને ફાઈનલ બતાવશે. ત્યારે, https://zeenews.india.com/gujarati પર પણ તમે ટી-20 વર્લ્ડ કપથી જોડાયેલા સમાચાર, કિસ્સાઓ અને આંકડા જોઈ શકશો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news