બાસેલઃ સ્વિટ્ઝરલેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે 10મી વખત 'સ્વિસ ઓપન ઈન્ડોર ચેમ્પિયનશિપ' (Swiss Open) ટાઈટલ જીતીને પોતાના નામે નવા રેકોર્ડ ઉમેરી દીધા છે. ફેડરરે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ મિનાઉરને હરાવ્યો હતો અને પોતાની કારકિર્દીનું 103મું ટાઈટલ જીત્યું હતું. ફેડરરે એલેક્સને 6-2, 6-2થી હરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડરરની આક્રમક રમત 
38 વર્ષના ફેડરરે પોતાના જન્મસ્થળે ઘરેલુ દર્શકો વચ્ચે રમતા આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું અને 10 વર્ષના એલેક્સ સામે એકપક્ષીય વિજય નોંધાવ્યો હતો. પહેલો સેટ 34 મિનિટ ચાલ્યુ હતો, જેમાં ફેડરરે બે વખત એલેક્સની સર્વિસ તોડી હતી. બીજા સેટમાં ફેડરરે સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. 


મેચ પછી ફેડરરે જણાવ્યું કે, "આ ઘણી જ સારી મેચ હતી. મેં સારી રમતનું પ્રદર્શન કર્યું છે. શરૂઆતમાં ઓપનિંગ થોડું કઠિન રહ્યું, પ્રથમ પાંચ ગેમમાં કેટલીક શાનદાર રેલી જોવા મળી હતી. જોકે, મેં પાછળ વળીને જોયું નહીં. મારું આક્રમણ સારું હતું, કેટલીક ભુલો પણ કરી છે, પરંતુ સારા શોટ્સ અને સર્વિસ સાથે મેં મેચમાં પુનરાગમન કર્યું હતું."


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....