Robin Singh: જી, હા મિત્રો દરઅસલ અમે વાત કરી રહ્યા છીએ એક ક્રિકેટ ખેલાડીની. જેણે જાણીતા ખેલાડી જેવા કે મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, અજય જાડેજા વગેરેની સાથે ક્રિકેટના મેદાનમાં રમત રમ્યો. તે ખેલાડી ભલે સચિન જેટલો મહાન ન હોય પરંતુ તેણે હંમેશા ભારતીય ટીમમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો. વિદેશી હોવા છતાં ભારતને જ પ્રેમ કર્યો છે. અમે તે ખેલાડીની વાત કરી રહ્યા છીએ. તે બીજું કોઈ નહીં પણ ભારતીય ક્રિકેટનો એકમાત્ર વિદેશી ખેલાડી રોબિન સિંહ છે. રોબિન સિંહ ભારતીય ક્રિકેટ ઈતિહાસના એક એવો ખેલાડી જેનો જન્મ અને ઉછેર ભારતમાં થયો ન હતો. રોબિન સિંહનો જન્મ ત્રિનિદાદ અને ટોબેગામાં થયો હતો. પરંતુ ત્રિનિદાદ એન્ડ ટોબેગો અને ભારતની ક્રિકેટમાં ઘણો મોટું અંતર છે. જેના કારણે રોબિન સિંહે નિર્ણય લીધો કે તે પોતાના દેશની કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવાની જગ્યાએ ભારત તરફથી રમશે. જેના માટે તે પોતાના દેશની નાગરિકતા છોડીને ભારતમાં રહેવા લાગ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોબિન સિંહને બધાએ  સચિન, અઝહરુદ્દીનની સાથે એક જ મેદાનમાં રમતો જોયો હશે. રોબિન મધ્યમ ગતિના બોલરની સાથે સાથે બેટિંગ ઓલરાઉન્ડર પણ હતો. લેફ્ટ હેન્ડ બેટિંગમાં તેનો કોઈ જવાબ ન તો. રોબિન સિંહની ટેસ્ટ કારકિર્દી કંઈ ખાસ ન રહી પરંતુ તેની વન-ડે કારકિર્દી સારી  રહી. રોબિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં લગભગ 136 મેચ રમી. જેમાં 113 ઈનિંગ્સમાં 2336 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 9 અર્ધસદી અને 1 સદી નીકળી. રોબિન પોતાની ઝડપ માટે ઘણો જાણીતો હતો. ત્યાં સુધી કે આ ખાસ કલાના કારણે તેણે અનેક વખત 1 રનને દોડીને 2 રનમાં બદલી નાંખ્યા હતા. 


આ પણ વાંચો:
આવી રહી છે શાનદાર કમાણીની સોનેરી તક, ફક્ત એક દિવસમાં થઈ જશો માલામાલ!
વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડતા ખેલાયો ખૂની ખેલ! ખંજર ભોંકી આંતરડા બહાર કાઢ્યા!
સ્વર્ગની અનુભૂતિ કરાવશે નારાયણ સરોવર! ચાણસદમાં હવે કીડીયાળું ઉભરાશે! જુઓ PHOTOs


ભલે  રોબિન સિંહ કોઈ મહાન ખેલાડી ન હતો કે તેની પાસે કોઈ સ્ટારડમ ન હોય. પરંતુ તે એક એવો ખેલાડી રહ્યો જેના ટીમમાં હોવાથી ટીમના પ્રદર્શન પર સકારાત્મક અસર રહેતી હતી. ઘણા ખેલાડી એવા હતા જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડચો હતો. પરંતુ પરંતુ રોબિનના કારણે ટીમ ઈન્ડિયા સાથે આવું ક્યારેય થયું ન હતું. એક લેજન્ડર ખેલાડી ના હોવા છતાં પણ તેની ઝડપથી રન બનાવીને મેચનું પાસું પલટી દેવાની ક્ષમતા હંમેશા યાદ રહેશે. અને આ સિવાય અજય જાડેજા સાથે તેની બેટિંગ દરમિયાન દોડી રેસ આજ સુધી કોઈ ભૂલ્યું નથી.


તો મિત્રો આ હતા ભારતીય ક્રિકેટ ટીમના એકમાત્ર ખેલાડી રોબિન સિંહ, જે ભારતીય ન હોવા છતાં ભારત તરફથી સંપૂર્ણ લગનથી રમતા હતા અને ભારતને જ પોતાનો દેશ માનતા હતા.


આ પણ વાંચો:
અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! અટલ બ્રિજનો કાચ તૂટી ગયો, VIDEO
અમેરિકાના વિઝા કઢાવવા સહેલા, પણ રાજકોટ મનપામાંથી દાખલા કે આધાર કાર્ડ કઢાવવું કઠિન!

પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube