નવી દિલ્હીઃ આજે ભારતીય ક્રિકેટના પિતામહ કહેવાતા રણજીત સિંહજી (Ranjitsinji)નો જન્મ દિવસ છે. આજના દિવસે વર્ષ 1872મા તેમનો જન્મ થયો હતો. તેમના માટે 'એગઝોટિક', 'પ્રિંસલી' અને 'પૂર્વ ના જાદૂ' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. રણજીત સિંહનો સંબંધ રાજ પરિવાર સાથે હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણજીત સિંહ એવા રાજકુમાર રહ્યા જેની બેટિંગમાં ટાઇમિંગ હતી, ગ્રેસ હતી અને ફ્લેક્સિબિલિટી હતી. તેમનો લેગ ગ્લાન્સ કમાલનો હતો. માર્ક વોનો લેગ ગ્લાન્સ કમાલનો લાગતો હતો પરંતુ જાણકાર કહે છે કે તે પણ ક્યારેય રણજીતસિંહજીની નજીક પહોંચી શક્યા નથી. 


વર્ષ 1889મા જ્યારે મહાત્મા ગાંધી ભણવા માટે ઈંગ્લેન્ડ ગયા તો તેમની પાસે ત્રણ લોકોનો રેફરન્સ હતો. તેમાંથી એક નામ રણજીત સિંહનુ પણ હતું. વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં રણજીત સિંહનું નામ ખુબ સન્માન સાથે લેવામાં આવે છે. ભારતમાં ઘરેલૂ ક્રિકેટમાં તેમના નામથી રણજી ટ્રોફી રમાઇ છે. 


ઈંગ્લેન્ડ માટે પર્દાપણ કરતા તેમણે 1896મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડમાં 62 અને 154 નોટઆઉટ રન બનાવ્યા હતા. તેમણે 10 સદી બનાવી અને સીઝનમાં નેશનલ એવરેજથી વધુ રન બનાવ્યા હતા. વર્ષ 1897/98મા તેમણે સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં પણ પોતાની પ્રથમ સદી બનાવી હતી. તેમણે 175 રન બનાવ્યા જે તે સમયે ઈંગ્લેન્ડ તરફથી બનાવવામાં આવેલ સર્વાધિક સ્કોર હતો.


IPL 2020, Team Preview: રૈના-ભજ્જીની ગેરહાજરીમાં ધોનીની ટીમ તૈયાર, ચેન્નઈની ચોથા ટાઇટલ પર નજર


ઈંગ્લિશ કાઉન્ટી સસેક્સની સાથે તેમની ભાગીદારી શાનદાર રહી. તેમણે સતત 10 સીઝન સુધી 1000 રન બનાવ્યા હતા. 1915મા યોર્કશાયરમાં રણજી દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હતા. તેમની આંખની રોશની ચાલી ગઈ હતી. આ અકસ્માતે તેમનું ફર્સ્ટ ક્લાસ કરિયર સમાપ્ત કરી દીધું હતું. 


રણજીત સિંહે ઈંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ મેચ રમી અને 44.95ની એવરેજથી 989 રન બનાવ્યા હતા. તેમણે 2 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. તેમને 1897મા 'વિઝડન ક્રિકેટર ઓફ ધ યર' પણ પસંદ કરવામાં આવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો તેમણે 307 મેચોની 500 ઈનિંગમાં 24692 રન બનાવ્યા હતા. તેમની બેટિંગ એવરેજ 56.37ની રહી અને 73 સદી તથા 109 અડધી સદી પણ ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણમ 285 રન હતો. તેમના ભત્રીજા  દલીપ સિંહજી પણ ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યા હતા. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર