IPL 2023માં આ વખતે નિયમમાં થશે મોટો ફેરફાર, ખાસ જાણો
IPL 2023: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે IPLની નવી સીઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ લીગ દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. અને આ વખતે પણ કંઈક એવું જ થવાનું છે. આ વખતે IPLમાં એક નવો નિયમ આવવાનો છે.
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે IPLની નવી સીઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ લીગ દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. અને આ વખતે પણ કંઈક એવું જ થવાનું છે. આ વખતે IPLમાં એક નવો નિયમ આવવાનો છે. આ નિયમને કારણે ટીમો વાઈડ અને નો બોલની માટે DRS પણ લઈ શકશે.
વાઈડ અને નો બોલની માટે DRSનો આ નિયમ મહિલા IPL કરાયો લાગુ
વાઈટ અને નો બોલ માટે હાલ મહિલા IPLમાં આ નિયમ લાગુ છે. અને આ નવા નિયમની અસર અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં પણ જોવા મળી છે. તે સૌપ્રથમ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે કર્યું હતું જ્યારે WPLમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સને આ નિયમનો કર્યો હતો ઉપયોગ. આ મેચની છેલ્લી ઓવરમાં યુપીને જીતવા માટે 2 બોલમાં 6 રનની જરૂર હતી. ત્યારે ગુજરાતના બોલર સધરલેન્ડ ડોટે આ બોલ ફેંક્યો અને અમ્પાયરે પણ તેને વાઈડ આપ્યો ન હતો. પરંતુ ત્યારે જ ગ્રેસ હેરિસે ડીઆરએસનો ઉપયોગ કરીને રિવ્યુ લીધો હતો. લિયા અને થર્ડ અમ્પાયરે યુપી કેમ્પને ખુશ કરવા વાઈડ આપ્યો અને યુપીની ટીમે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આવી સ્થિતિમાં તમે આ નિયમની ગંભીરતાને સમજી શકો છો કે મેચનું વલણ થોડી સેકંડમાં કેવી રીતે બદલાઈ શકે છે.
ESPN ક્રિકઈન્ફોના એક રિપોર્ટ અનુસરા મહિલા IPL બાદ હવે આ નિયમનો ઉપયોગ મેન્સ IPLની આ સીઝનમાં પણ થશે. ખેલાડીઓ હવે નો બોલ કે વાઈડ બોલ પર પણ ડીઆરએસનો ઉપયોગ કરી શકશે. જો ડીઆરએસ સાચો હશે તો તે રિવ્યુ સાચવવામાં આવશે અને ટીમ ફરીથી તે રિવ્યુ લઈ શકશે પરંતુ જો આ રિવ્યુ ખરાબ હશે તો તે નકામો હશે.
BCCI ની ખતરનાક ચાલ, અચાનક 8 મહિના બાદ વનડેમાં આ ખૂંખાર ખેલાડીની એન્ટ્રી!
ક્રિકેટના 3 એવા ખેલાડી, જેઓએ ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમી છે ઇન્ટરનેશલ મેચ
સ્લો બેટિંગ કરવાના કારણે રોહિત શર્માએ પૂજારાને કાનના કીડા ખરી જાય એવી ગંદી-ગંદી ગાળો
આ નિયમથી થશે ફાયદો
આ નિયમથી માત્ર બેટ્સમેનોને જ નહીં પણ બોલરને પણ ફાયદો થશે. કારણ કે જો મેચમાં અમ્પાયર કોઈ બોલને વાઈડ કે નો બોલ જાહેર કરે છે. તો બોલર આ DRSનો ઉપયોગ કરીને અમ્પાયરના નિર્ણયને ચેલેન્જ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube