IND vs AUS: BCCI ની ખતરનાક ચાલ, અચાનક 8 મહિના બાદ વનડેમાં આ ખૂંખાર ખેલાડીની એન્ટ્રી, દહેશતમાં ઓસ્ટ્રેલિયા!

India vs Australia, 2023: બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ જીતવા માટે એક ખતરનાક ચાલ ચલી છે. 

IND vs AUS: BCCI ની ખતરનાક ચાલ, અચાનક 8 મહિના બાદ વનડેમાં આ ખૂંખાર ખેલાડીની એન્ટ્રી, દહેશતમાં ઓસ્ટ્રેલિયા!

India vs Australia, 2023: બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ જીતવા માટે એક ખતરનાક ચાલ ચલી છે. BCCI એ 8 મહિના બાદ વનડે ટીમમાં એક ખૂંખાર ખેલાડીની એન્ટ્રી કરાવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં અચાનક તેના સૌથી મોટા મેચ વિનરની વાપસી થઈ છે. જેનાથી કાંગારુ ટીમ પણ દહેશતમાં રહેશે. 

BCCI એ ચાલી ખતરનાક ચાલ
ભારતીય ક્રિકેટ ટીમનો આ ખેલાડી એકલા દમ પર આખી મેચનું પાસુ પલટી નાખવાનો દમ ધરાવે છે. આ મેચ વિનર બીજુ કોઈ નહીં પરંતુ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના ખૂંખાર ખેલાડી રવિન્દ્ર જાડેજા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં રવિન્દ્ર જાડેજા ઉપર સાતમા નંબર પર બેટિંગ કરતા ફિનિશર તરીકેની ભૂમિકા અદા કરવાની પણ જવાબદારી રહેશે. રવિન્દ્ર જાડેજા પોતાની કાતિલ બોલિંગ અને ફિલ્ડિંગથી પણ કહેર મચાવશે. રોહિતને પણ આ ખેલાડી તરફથી ટીમ ઈન્ડિયાને જીત અપવવામાં જબરદસ્ત મદદ મળશે. એટલે તો 8 મહિના બાદ વનડે ટીમમાં વાપસી કરાવી છે. રવિન્દ્ર જાડેજા 8 મહિના બાદ વનડે ટીમમાં વાપસી કરી રહ્યા છે. જાડેજાએ પોતાની છેલ્લી મેચ જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટરના મેદાન પર રમી હતી. 

અચાનક 8 મહિના બાદ વનડેમાં આ ખૂંખાર ખેલાડીની એન્ટ્રી
ઈંગ્લેન્ડ વિરુદ્ધ જુલાઈ 2022માં માનચેસ્ટરના મેદાન પર રમાયેલી વનડે મેચ બાદથી રવિન્દ્ર જાડેજા ટીમમાંથી બહાર હતા. પરંતુ હવે જાડેજા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં કહેર મચાવવા માટે તૈયાર છે. વનડે ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જાડેજાએ પોતાના દમ પર પોતાની તાબડતોડ બેટિંગથી ટીમ ઈન્ડિયાને અનેક મેચો જીતાડી છે. રવિન્દ્ર જાડેજાના આવવાથી ઓસ્ટ્રેલિયાની ટીમમાં દહેશતનો માહોલ હશે. રવિન્દ્ર જાડેજાએ પોતાની પ્રતિભાના દમ પર આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેમણે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગના દમ પર ટીમ ઈન્ડિયામાં પોતાનો એક અલગ જ મુકામ બનાવ્યો છે. તેમના તરકશમાં એવા અનેક તીર છે જે વિરોધી ટીમને ધરાશાયી કરી શકે. 

અલગ પ્રકારના ખતરનાક ખેલાડી
રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાના સૌથી મોટા મેચ વિનર છે. રવિન્દ્ર જાડેજાએ 63 ટેસ્ટ મેચોમાં 263 વિકેટ મેળવી છે અને 2630 રન પણ બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ 171 વનડે મેચોમાં 189 વિકેટ અને 64 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 51 વિકેટ મેળવી છે. રવિન્દ્ર જાડેજાએ વનડે મેચોમાં 2447 રન અને ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 457 રન કર્યા છે. 210 આઈપીએલ મેચોમાં રવિન્દ્ર જાડેજાએ 132 વિકેટ મેળવી છે તથા 2502 રન પણ કર્યા છે. રવિન્દ્ર જાડેજાની સૌથી ખાસ વાત એ છે કે તેઓ પોતાની ઓવર ઝડપથી પૂરી કરે છે. જેનાથી વિરોધી બેટર્સ અનેકવાર ચકમો ખાઈ જાય છે. રવિન્દ્ર જાડેજા વિકેટ ટુ વિકેટ બોલિંગથી બેટ્સમેનોને રન બનાવવા માટે ઓછી તક આપે છે. રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગનો પણ કોઈ મુકાબલો નથી. આ જ કારણ છે કે તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ રવિન્દ્ર જાડેજાનું યોગદાન ટીમ ઈન્ડિયા માટે ખુબ જરૂરી છે. રવિન્દ્ર જાડેજાનો બોલર, બેટર અને ફિલ્ડર તરીકે શાનદાર રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થયા છે. ભારતીય ફેન્સના દિલોમાં એક અલગ જગ્યા બનાવી છે. તેમની કાતિલ બોલિંગથી તમામ સારી રીતે વાકેફ છે. 

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝ

પહેલી મેચ 17 માર્ચ બપોરે 1.30 વાગે મુંબઈમાં રમાશે.

બીજી વનડે 19 માર્ચ બપોરે 1.30 વાગે, વિશાખાપટ્ટનમમાં રમાશે. 

ત્રીજી વનડે 22 માર્ચ બપોરે 1.30 વાગે ચેન્નાઈમાં રમાશે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન). શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, કે એલ રાહુલ, ઈશાન કિશન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news