લંડનઃ વિશ્વ કપમાં સેમિફાઇનલની રેસ ઘણી રસપ્રદ થઈ ગઈ છે. અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયન ટીમ જ સેમિ માટે ક્વોલિફાઇ કરી ચુકી છે. ભારતની દાવેદારી મજબૂત છે કારણ કે તેણે બાકી 3 મેચોમાં માત્ર 1મા જીત જ અંતિમ-4મા પહોંચવા માટે ઘણી છે. યજમાન ઈંગ્લેન્ડને આ વખતે વિશ્વકપનું સૌથી મોટુ દાવેદાર ગણાવવામાં આવ્યું હતું, પરંતુ 35 મેચ પૂરી થઈ ગયા બાદ આજે સ્થિતિ તે છે કે તેના પર ટૂર્નામેન્ટથી નોકઆઉટ થવાનો ખતરો ઉભો થયો છે. ટૂર્નામેન્ટમાં હવે શું-શું સમિકરણ બની રહ્યાં છે, કરીએ એક નજર..... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ માટે હજુ રાહ આસાન નથી
યજમાન ઈંગ્લેન્ડ જો પોતાની બંન્ને મેચ જીતે તો તે અંતિમ-4મા જગ્યા બનાવી લેશે. પરંતુ તે બાકી બંન્ને મેચ ગુમાવી અને પાકિસ્તાન કે બાંગ્લાદેશ પોતાની બાકી મેચોમાં એકમાં જીત મેળવી લે તો યજમાન બહાર થઈ જશે. જો ઈંગ્લેન્ડ પોતાની બાકી બે મેચમાં એક જીતે તો તેના 10 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં કોઈ એક પોતાની બંન્ને મેચ જીતે તો તેની પાસે ઈંગ્લેન્ડથી વધુ પોઈન્ટ થઈ જશે અને ઈંગ્લેન્ડ બહાર થઈ જશે. જો શ્રીલંકા પણ પોતાની બાકી બંન્ને મેચ જીતે તો તેના ઈંગ્લેન્ડની બરોબર પોઈન્ટ થઈ જશે, ત્યારે વાત નેટ રન રેટ પર અટકશે. 


જો-તોની સાથે પાક પણ રેસમાં
પાકિસ્તાન જો પોતાની બાકી બંન્ને મેચ જીતે તો તેના 11 પોઈન્ટ થઈ જશે. તો ઈંગ્લેન્ડ બેમાંથી એક મેચ જીતે તો પાકિસ્તાન આગામી રાઉન્ડમાં પહોંચી જશે. જો પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ પોતાની બાકી બંન્ને મેચ જીતી લે અને ન્યૂઝીલેન્ડ પોતાની બાકી બે મેચ હારી જાય તો ઈંગ્લેન્ડ અંતિમ ચારમાં પહોંચી જશે અને પાકિસ્તાન તથા ન્યૂઝીલેન્ડમાંથી સારી નેટ રનરેટ વાળી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશ પોતાની બાકી બેમાંથી એક મેચ જીતી શકે તો, ઈંગ્લેન્ડ બંન્ને મેચ ગુમાવી દે તો ફરી ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ બાદ અંતિમ ચારમાં સ્થાન મેળવનારી ટીમ પાકિસ્તાન કે બાંગ્લાદેશ હશે. 



શ્રીલંકા હજુ પણ રેસમાં
સેમિફાઇનલની દોડમાં શ્રીલંકા જીવંત છે. ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ પોતાની બાકી બે-બે મેચોમાં માત્ર એક જીત મેળવી શકે અને શ્રીલંકા પોતાની બાકી બે મેચ જીતે તો ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના 10-10 પોઈન્ટ થઈ જશે. ફરી વાત નેટ રન રેટ પર અટકશે. પરંતુ જો ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી કોઈએ પોતાની બંન્ને મેચ જીતે તો શ્રીલંકા રેસમાંથી બહાર થઈ જશે. 


બાંગ્લાદેશની આશા જીવંત
શાનદાર પ્રદર્શન કરી રહેલી બાંગ્લાદેશની ટીમના સાત મેચોમાં 7 પોઈન્ટ છે. તેણે આગામી બે મેચ પાકિસ્તાન અને ભારત સામે રમવાની છે. જો તેણે બંન્ને મેચમાં અપસેટ કરી દીધો અને ઈંગ્લેન્ડ બે માંથી એક મેચ જીતી શકે તો બાંગ્લાદેશ સેમિફાઇનલમાં પહોંચી જશે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાકી બે મેચોમાંથી માત્ર એક જીતી શકે અને ઈંગ્લેન્ડ બંન્ને મેચ ગુમાવી દે તો ફરી ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ બાદ અંતિમ ચારમાં જગ્યા બનાવનારી ટીમ પાકિસ્તાન કે બાંગ્લાદેશ હશે. જો બાંગ્લાદેશ બે માંથી એક મેચ જીતી શકે અને ઈંગ્લેન્ડ તથા પાકિસ્તાન બંન્ને મેચ ગુમાવી દે તો બાંગ્લાદેશ આસાનીથી અંતિમ ચારમાં પહોંચી જશે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક-એક મેચ જીતે છે અને ઈંગ્લેન્ડ બંન્ને મેચ હારે છે તો ફરી બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બરાબર પોઈન્ટ થઈ જશે અને સારી નેટ રન રેટવાળી ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે.