ટોક્યો: Tokyo Olympics 2020: ટોક્યો ઓલમ્પિકની રોઇંગ (નૌકાયાન) સ્પર્ધામાં પણ આજે પણ ભારતને નિરાશા હાથ લાગી છે. પુરૂષોના લાઇટવેટ ડબલ સ્કલ્સ ઇવેંટમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની ભારતીય જોડી પાસે રોઇંગમાં મેડલ જીતીને ઇતિહાસ રચવાની તક હતી. પરંતુ સ્પર્ધાના બીજા સેમીફાઇનલ (Semifinal) માં ભારતીય જોડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે રેસમાં છઠ્ઠા અને અંતિમ સ્થાન પર રહીને ફાઇનલ (Final) માં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tokyo Olympics 2020: શૂટઓફમાં તીરંદાજ તરૂણદીપ રાયની હાર


લાઇટવેટ ડબલ સ્કલ્સ (Lightweight Double Sculls) રેસના આ સેમીફાઇનલમાં 6 ટીમો જ ભાગ લઇ રહી હતી. જેમાંથી ટોપની ત્રણ ટીમોને જ ફાઇનલમાં સ્થાન મળી શકે છે. અર્જુન અને અરવિંદએ સી ફોરેસ્ટ વોટરવેમાં રમાયેલી આ સેમીફાઇનલની રેસમાં છ મિનિટ અને 24.41 સેકન્ડનો સમય લીધો અને અંતિમ સ્થાન પર રહી. તમને જણાવી દઇએ કે બંને સેમીફાઇનલમાં ટો પર રહેનાર ત્રણેય ટીમો ફાઇનલ માટે ક્વાલિફાઇ કરે છે. 

Tokyo Olympics: પીવી સિંધુ 16મા રાઉન્ડમાં પહોંચી, પદકની આશા જાગી, સતત બીજી મેચ જીતીને નોકઆઉટમાં


ભારતના અર્જુન લાલ જાટ (Arjun Lal Jat) અને અરવિંદ સિંહે (Arvind Singh) લાઇટવેટ ડબલસ્કલ્સ (Lightweight Double Sculls) સ્પર્ધાના રેપેશાઝ રાઉન્ડમાં ત્રીજા સ્થાન પર રહીને સેમીફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ભારતીય જોડીએ આ રાઉન્ડમાં 6 : 51. 36 નો સમય કાઢીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય ટીમમાં અર્જુન બોઅર અને અરવિંદ સ્ટ્રોકરની ભૂમિકામાં હતા. ભારતીય ટીમ આ સ્પર્ધાની બીજી હીટમાં પાંચમા સ્થાન પર રહ્યા હતા. રેપેશાઝ તબક્કામાં ટીમોને ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇન અથવા ફાઇનલમાં સ્થાન બનાવવાની એક તક મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube