ટોકિયો: જેના પર દેશ મેડલ માટે મીટ માંડીને બેઠો હતો તે પહેલવાન બજરંગ પુનિયાની સેમી ફાઈનલમાં હાર થઈ છે. પુરુષોની ફ્રી સ્ટાઈલ 65 કિલોગ્રામ વર્ગમાં સેમી ફાઈનલમાં બજરંગ પુનિયાનો સામનો ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો. બજરંગ પુનિયા મુકાબલામાં 5-12થી હાર્યા. જો કે હજુ બ્રોન્ઝ મેડલની આશા જીવંત છે. 


Tokyo Olympics: હોકીમાં લડીને હાર્યા બાદ રડી પડી મર્દાની, PMએ દિકરીઓને આપ્યો ખાસ સંદેશ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્વાર્ટર ફાઈનલમાં ધોબી પછાડ
ટોકિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં બજરંગ પૂનિયાનો સામનો ઈરાનના મોર્તજા ગેસી ચેકા સાથે થયો હતો. શરૂઆતમાં બજરંગ 0-1થી પાછળ હતા પરંતુ બીજા ક્વાર્ટરમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને બે પોઈન્ટ મેળવ્યા હતા. આખરી મિનિટમાં ભારતીય પહેલવાને દાવ ખેલ્યો અને ઈરાનનો મોર્તજા પછડાયો. બજરંગ પુનિયાએ શાનદાર જીત મેળવી હતી.


Tokyo Olympics: સિલ્વર મેડલ જીત્યા પછી ભાવુક થઈ ગયા રવિ દહિયા, કહ્યું- 'ખુશ છું પણ...'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube