Tokyo Olympics: સિલ્વર મેડલ જીત્યા પછી ભાવુક થઈ ગયા રવિ દહિયા, કહ્યું- 'ખુશ છું પણ...'

ઓલિમ્પિક ખેલોમાં કુશ્તીનો સિલ્વર મેડલ જીત્યા બાદ રવિ દહિયાએ મોટું નિવેદન આપ્યું છે.

Tokyo Olympics: સિલ્વર મેડલ જીત્યા પછી ભાવુક થઈ ગયા રવિ દહિયા, કહ્યું- 'ખુશ છું પણ...'

ટોકિયો: ઓલિમ્પિક ખેલોમાં કુશ્તીનો સિલ્વર મેડલ જીત્યા બાદ રવિ દહિયાએ મોટું નિવેદન આપ્યું છે. હરિયાણાના આ લાલનું કહેવું છે કે તે સિલ્વર મેડલ મેળવીને ખુશ જરૂર છે પરંતુ સંતુષ્ટ નથી. 

પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડનું સપનું
આ 23 વર્ષના ખેલાડીએ પુરુષ વર્ગના 57 કિગ્રા વર્ગની ફાઈનલ બાદ કહ્યું કે આ સિલ્વર મેડલ તેમને ક્યારેય સંતોષ નહીં આપે જો કે તેમનું પ્રદર્શન ભારતીય કુશ્તી માટે ખુબ મહત્વ ધરાવે છે. દહિયાએ જાપાનની રાજધાનીથી ફોન પર કહ્યું કે હું સિલ્વર મેડલ માટે ટોકિયો નહતો આવ્યો. તેનાથી મને સંતુષ્ટિ નહીં મળે. કદાચ આ વખતે હું સિલ્વર મેડલનો જ હકદાર હતો કારણ કે યુગુએવ આજે સારો પહેલવાન હતો. હું જે ઈચ્છતો હતો તે મેળવી શક્યો નહીં. 

— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) August 5, 2021

વર્લ્ડ ચેમ્પિયન સાથે હતી ટક્કર
દહિયાએ વિશ્વ ચેમ્પિયન યુગુએવના ડિફેન્સને તોડવા માટે પોતાના તરફથી ભરચક પ્રયત્નો કર્યા હતા પરંતુ રશિયન પહેલવાને તેમને કોઈ તક આપી નહીં. બે વારના હાલના એશિયન ચેમ્પિયને કહ્યું કે તેમની શૈલી ખુબ સારી હતી. હું મારી રીતે કુશ્તી લડી શક્યો નહીં. મારી સમજમાં નહતું આવતું કે હું શું કરી શકું છું. તેણે ખુબ ચતુરાઈથી કુશ્તી લડી.

बेटे रवि दहिया को हार्दिक शुभकामनाएं। pic.twitter.com/yrFoAiC9rm

— Manohar Lal (@mlkhattar) August 5, 2021

ઈનામનો વરસાદ
રવિના પિતા રાકેશે તેને અહીં સુધી પહોંચાડવા માટે ખુબ મહેનત કરી છે. હજુ પણ પરિવારનું પેટ ભરવા માટે ભાડે પટ્ટે લીધેલા ખેતરોમાં કામ કરે છે. હરિયાણા સરકારે રવિ માટે ચાર કરોડ રૂપિયાના કેશ પુરસ્કારની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારમાં ક્લાસ વનની નોકરી તથા કન્સેશનલ રેટ પર HSVP નો પ્લોટ આપવાની પણ જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news