Tokyo Olympics: હોકીમાં લડીને હાર્યા બાદ રડી પડી મર્દાની, PMએ દિકરીઓને આપ્યો ખાસ સંદેશ

ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ટ્વિટ કર્યું કે અમે એક મેડલ ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે.

Tokyo Olympics: હોકીમાં લડીને હાર્યા બાદ રડી પડી મર્દાની, PMએ દિકરીઓને આપ્યો ખાસ સંદેશ

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ટ્વિટ કર્યું કે અમે એક મેડલ ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. બ્રોન્ઝ મેડલ માટેને મેચમાં કાંટાની ટક્કર આપ્યાં બાદ એક ગોલથી અંતિમ ક્ષણોમાં ભારતીય મહિલા હોકી ટીમ હારી ગઈ. હાર બાદ ભારતની દિકરીઓ ખુબ દુઃખી થઈને રડવા લાગી. કારણકે, દેશને તેમની પર ખુબ જ આશા હતી અને તેમની પાસે પણ ઈતિહાસ રચવાની મોટી તક હતી. જોકે, આ સ્થિતિની વચ્ચે દેશના પ્રધાનમંત્રીએ આ દિકરીઓની ખુબ જ પ્રશંસા કરીને તેમનો હોંશલો વધારવાનો પ્રયાસ કર્યો.

No description available.

'મહિલા હોકી ટીમનું પ્રદર્શન હંમેશા યાદ રહેશે'
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ટ્વિટ કરીને કહ્યું કે, 'અમે ટોક્યો ઓલિમ્પિકમાં અમારી મહિલા હોકી ટીમના શાનદાર પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું. તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. ટીમના દરેક સભ્યએ હિંમત, કુશળતા અને સ્થિતિસ્થાપકતાનું નોંધપાત્ર પ્રદર્શન કર્યું. ભારતને આ અદ્ભુત ટીમ પર ગર્વ છે.

 

— Narendra Modi (@narendramodi) August 6, 2021

ટીમ નવા ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે: પીએમ
અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે, 'અમે મહિલા હોકીમાં મેડલ ગુમાવી ચૂક્યા છીએ, પરંતુ આ ટીમ ન્યૂ ઇન્ડિયાની ભાવનાને દર્શાવે છે, જ્યાં અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ અને નવા મોરચા બનાવીએ છીએ. વધુ મહત્ત્વની વાત એ છે કે ઓલિમ્પિકમાં ટીમની સફળતા ભારતની યુવાન દીકરીઓને હોકીની રમતમાં ભાગ લેવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા પ્રેરણા આપશે. આ ટીમ પર ગર્વ છે.
 

— Narendra Modi (@narendramodi) August 6, 2021

ભારતીય ટીમે માત્ર 5 જ મિનિટમાં કર્યા 3 ગોલઃ
બ્રિટન સામેની મેચમાં બે ગોલથી પાછા ફર્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમે હાફટાઇમમાં 3-2ની લીડ મેળવી હતી. જોકે, બ્રિટને બીજા હાફમાં બે ગોલ ફટકારીને અને ભારતની આશાઓને ડગાવીને ખૂબ જ આક્રમક રમત દર્શાવી હતી. ભારતીય ટીમે માત્ર પાંચ જ મિનિટમાં ત્રણ ગોલ કર્યા. ગુરજીત કૌરે 25 મી અને 26 મી મિનિટે ગોલ કર્યો હતો, જ્યારે વંદના કટારિયાએ 29 મી મિનિટે ગોલ કર્યો હતો. બ્રિટન માટે એલેના રેયર (16 મી), સારાહ રોબર્ટસન (24 મી), કેપ્ટન હોલી પિઅર્ન વેબ (35 મી) અને ગ્રેસ બાલ્ડસને 48 મી મિનિટમાં ગોલ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news