નવી દિલ્હી: ચીનની મગિસા વેઈટલિફ્ટર હો ઝઝિહૂએ (Zhihui Hou) શનિવારના ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધાને સિલ્વર મેડલ ભારતની મીરાબાઈ ચાનુએ (Mirabai Chanu) જીત્યો હતો. સમાચારોના અનુસાર 49 કિલોગ્રામમાં ચેમ્પિયન બનેલી ચીનની મહિલા વેઇટલિફ્ટરનો ફરીવાર ડોપ ટેસ્ટ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો ચાઈનીઝ વેઇટલિફ્ટર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો ચાનુ ગોલ્ડ મેડલ મેળવી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એન્ટી ડોપિંગ સત્તાવાળાઓએ ઝઝિહૂએ ફરીથી ડોપ ટેસ્ટ માટે ટોક્યોમાં રહેવા સૂચના આપી છે.


આ પણ વાંચો:- Tokyo Olympics: ભારતને મોટો ઝટકો, મેદવેદેવ સામે ભારતના સુમિત નાગલની હાર


ઝઝિહુએ કુલ 220 કિલો વજન ઉંચક્યું
ઝઝિહુએ કુલ 220 કિલો વજન ઉંચકીને એક નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. ઝઝિહુની ડોપ ટેસ્ટ ક્યારે થશે તે અંગે કોઈ માહિતી નથી. બીજી તરફ મીરાબાઈ ચાનુ આજે સાંજે ટોક્યોથી ઘરે પરત આવી રહી છે.


આ પણ વાંચો:- ઇતિહાસ રચનાર ભારતીય ફેન્સર Bhavani Devi ની Tokyo Olympics માં યાત્રા પુરી


ઝઝિહુએ સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં બનાવ્યો હતો ઓલિમ્પિક રેકોર્ડ
ચીનની મહિલા વેઇટલિફ્ટરએ સ્નેચમાં 94 કિલો વજન ઉપાડીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે 116 કિલો વજન ઉંચકીને એક નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. મીરાબાઈએ સ્નેચમાં 87 કિલો અને ક્લિન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉઠાવ્યું હતું. મીરાબાઈ તેના છેલ્લા પ્રયાસમાં 117 કિલો વજન ઉઠાવવામાં નિષ્ફળ ગઈ.


આ પણ વાંચો:- ટોકિયો ઓલિમ્પિક્સ: ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત, તીરંદાજીમાં ભારતને મળી નિરાશા


શું કહે છે નિયમ
નિયમમાં જણાવાયું છે કે જો રમતવીર ડોપ પરીક્ષણમાં નિષ્ફળ જાય તો સિલ્વર મેડલ જીતનારને ગોલ્ડ આપવામાં આવશે. મીરાબાઈ ચાનુએ કુલ 202 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. ઓલિમ્પિક્સમાં વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરી પછી મીરાબાઈ બીજી ભારતીય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube