ટોકિયો ઓલિમ્પિક Live: ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત, તીરંદાજીમાં ભારતને મળી નિરાશા

ટોકિયો ઓલિમ્પિકનો આજે ચોથો દિવસ છે. સવારની શરૂઆત ભારત માટે સારી રહી. 

ટોકિયો ઓલિમ્પિક Live: ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત, તીરંદાજીમાં ભારતને મળી નિરાશા

નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકનો આજે ચોથો દિવસ છે. સવારની શરૂઆત ભારત માટે સારી રહી. તલવારબાજીમાં ભારતના ભવાની દેવીએ ટ્યૂનિશિયાની નાઝિયા બેન અજીજીને હરાવી, તીરંદાજીમાં ભારતીય પુરુષ ટીમે કઝાખિસ્તાનને 6-2થી હરાવીને ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભવાની દેવી ઓલિમ્પિકમાં સામેલ થનારા પહેલા ભારતીય તલવારબાજ છે. જો કે ત્યારબાદ રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં તેઓ ફ્રાન્સના તલવારબાજ સામે હારી ગયા અને તેમના અભિયાનનો અંત આવી ગયો.

તીરંદાજીમાં આશા જાગી
ભારતની મેડલ સંખ્યામાં વધારો થઈ શકે છે. તીરંદાજીમાં આશા જાગી છે. ભારતીય પુરુષ તીરંદાજી ટીમે આજે પોતાના પહેલા મુકાબલામાં કઝાકિસ્તાનને 6-2થી હરાવ્યું. હવે તેમનો સામનો ક્વાર્ટર ફાઈનલમાં દક્ષિણ કોરિયા સામે થશે. આ મેચ 12.45 વાગે થશે. 

સુતીર્થા મુખર્જી ટેબલ ટેનિસમાં હાર્યા
ટેબલ ટેનિસમાં ભારતના સુતીર્થા મુખર્જી બીજા રાઉન્ડમાં હારી ગયા છે. તેમને પોર્ટુગલના યુ ફૂએ 4-0થી હરાવ્યા. 

શૂટિંગમાં ખરાબ પ્રદર્શન યથાવત
ભારતીય શૂટર્સનું ખરાબ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. સ્કીટ ક્વોલિફિકેશનમાં અંગદ વીર સિંહ બાજવા ક્લોફિકેશન ડેના અંતમાં 11માં સ્થાને હતાં પરંતુ ચોથી સિરીઝમાં 23 અંક સાથે તેઓ 19માં નંબરે સરકી ગયા. મેરાજ અહેમદ ખાને 23 અંક સાથે શરૂઆત કરી. 30 નિશાનબાજોમાં ટોપ 6માં રહેનારા આજની ફાઈનલ માટે ક્વોલિફાય કરશે. અંગત અને મેરાજ બંનેના તેમાં પહોંચવાની આશા ઓછી છે. 

રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં ભવાની દેવીની હાર
તલવારબાજીના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં ભારતના ભવાની દેવીની ફ્રાન્સના મનન બ્રુનેટ સામે હાર થઈ છે. 

— ANI (@ANI) July 26, 2021

ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત
પુરુષનો સિંગલ્સ મુકાબલાના બીજા રાઉન્ડમાં ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે પોર્ટુગલના ટિયાગો અપોલોનિયાને હરાવ્યો.  

— ANI (@ANI) July 26, 2021

ભવાનીદેવીની જીત
તલવારબાજીમાં ભવાની દેવીએ શાનદાર પ્રદર્શન કર્યું. ટ્યૂનિશિયાની હરીફને કોઈ તક આપી નહીં. ભવાની દેવીનો આગામી મુકાબલો ફ્રાન્સની મનન બ્રુનેટ સામે થશે. બ્રુનેટ ચોથા ક્રમાંકની ખેલાડી છે જ્યારે ભવાની દેવી 29માં નંબરે છે. ભવાની દેવીનો રાઉન્ડ ઓફ 32 મુકાબલો ભારતીય સમય અનુસાર સવાર 7.40 થશે. 

— SAIMedia (@Media_SAI) July 26, 2021

તીરંદાજીમાં ભારતીય ટીમ ક્વાટરફાઈનલમાં
તીરંદાજીમાં ભારતીય પુરુષ ટીમે કઝાખિસ્તાનને 6-2થી હરાવ્યું છે. ભારતીય ટીમમાં અતનુ દાસ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવ સામેલ હતા. ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે તેમનો મુકાબલો કોરિયા સાથે થશે. 

— ANI (@ANI) July 26, 2021

નિશાનીબાજીનો ખેલ ચાલુ
સવારે 6.30થી નિશાનીબાજીનો ખેલ શરૂ થઈ ગયો છે. ભારતીય ટીમ તરફથી મિરાઝ અહેમદ ખાન અને અંગદ વીર બાજવા છે. જો ટોપ 6માં રહ્યા તો ભારતીયોને આજે જ નિશાનીબાજીમાં મેડલ મળી શકે છે. આજે બપોરે 12 વાગ્યેને 20 મિનિટે ફાઈનલ થવાની છે. 

આજનું ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ
આર્ચરી

ભારત (પ્રવીણ જાધવ, અતનુ દાસ અને તરૂણદીપ રાય) વિરુદ્ધ) કઝાખસ્તાન, પુરૂષ ટીમ 1/8 એલિમિનેશન, ભારતીય સમયાનુસાર સવારે 6 કલાકે.

બેડમિન્ટનઃ
સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી vs માર્કસ ગિડિયોન ફર્નાલ્ડી અને કેવિન સંજયા સુકામુલ્જો (ઈન્ડોનેશિયા), પુરૂષ ડબલ્સ ગ્રુપ-એ મેચ, ભારતીય સમયાનુસાર સવારે 9.10 કલાકે. 

બોક્સિંગ
આશીષ કુમાર વિરુદ્ધ એરબીકે તુઓહેતા (ચીન), પુરૂષ 75 કિલો રાઉન્ડ ઓફ 32 મુકાબલો, ભારતીય સમયાનુસાર બપોરે 3.06 કલાકે. 

તલવારબાજી
સી ભવાની દેવી વિરુદ્ધ નાદિયા બેન અઝિઝિ (ટ્યૂનીશિયા), મહિલા સેબર વ્યક્તિગત ટેબલ ઓફ 64 મુકાબલો, ભારતીય સમયાનુસાર સવારે 5.30 કલાકે. 

હોકીઃ 
ભારત વિરુદ્ધ જર્મની, મહિલા પુલ-એ મેચ, ભારતીય સમયાનુસાર સાંજે 5.45 કલાકે. 

સેલિંગઃ
વિષ્ણુ સરવનન, પુરૂષ લેજર રેસ, ભારતીય સમયાનુસાર સવારે 8.35 કલાકે. નેત્રા કુમાનન, મહિલા લેજર રેડિયલ રેસ, ભારતીય સમયાનુસાર સવારે 11.05 કલાકે. 

શૂટિંગઃ
મેરાજ અહમદ ખાન અને અંગદ વીર સિંહ બાજવા, પુરૂષ સ્કીટ સ્પર્ધા બીજો દિવસ, ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે. 

પુરૂષ સ્કીટ ફાઇનલઃ
ભારતીય સમયાનુસાર બપોરે 12.20 કલાકે.

સ્વીમિંગઃ
સાજન પ્રકાશઃ પુરૂષ 200 મીટર બટરફ્લાઈ, ભારતીય સમયાનુસાર બપોરે 3.45 કલાકે. 

ટેબલ ટેનિસઃ
અચંતા શરત કમલ વિરુદ્ધ ટિયાગો અપોલોનિયા (પોર્ટુગલ), પુરૂષ સિંગલ બીજો રાઉન્ડર, ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે. મનિકા બત્રા વિરુદ્ધ સોફિયા પોલકાનોવા (ઓસ્ટ્રિયા), મહિલા સિંગલ રાઉન્ડ 3. ભારતીય સમયાનુસાર બપોરે 12.00 કલાકે. 

ટેનિસઃ
સુમિત નાગલ વિરુદ્ધ દાનિલ મેદવેદેવ (રશિયા ઓલિમ્પિક સમિતિ), પુરૂષ સિંગલ રાઉન્ડ-2, ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાક બાદ ત્રીજો મુકાબલો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news