નવી દિલ્હીઃ આઈપીએલ 2020 આગામી મહિનાની 19 તારીખથી સંયુક્ત અરબ અમીરાત (UAE) શરૂ થશે. આઈપીએલની બધી ટીમ યૂએઈ પહોંચી ગઈ છે. આઈપીએલની નવી સીઝન પહેલા ઈતિહાસ પર એક નજર કરીએ. આ લેખમાં આપણે આઈપીએલ પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનો પર. ચોંકાવનારી વાત છે કે આ લિસ્ટમાં બધા ખેલાડીઓ આઈપીએલમાં સૌથી વધુ ફાઇનલ સુધી પહોંચનાર ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના સભ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- સુરેશ રૈના 714 રન
આઈપીએલ ઈતિહાસના પ્લેઓફ મુકાબલામાં સૌથી વધુ રન જો કોઈ બેટ્સમેને બનાવ્યા છે તો તે ચેન્નઈ સુપર કિંગ્સનો બેટ્સમેન સુરેશ રૈના છે. આ કારણ છે કે સુરેશ  રૈનાને મિસ્ટર આઈપીએલના નામથી ઓળખવામાં આવે છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા સુરેશ રૈનાએ આઈપીએલ પ્લેઓફ મેચોમાં સૌથી વધુ 714 રન બનાવ્યા છે. 


2- એમએસ ધોની 504 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પ્લેઓફ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં બીજા સ્થાને છે. ધોનીના બેટથી પ્લેઓફ મુકાબલામાં કુલ 504 રન બનાવ્યા છે, જે કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન તરીકે આઈપીએલમાં સૌથી વધુ છે. 


IPL ઈતિહાસઃ આ 3 બેટ્સમેનોએ બનાવ્યા છે કેકેઆર વિરુદ્ધ સૌથી વધુ રન


3- શેન વોટસન 389 રન
આઈપીએલ-11ના ફાઇનલ મુકાબલામાં સદી ફટકારનાર અને ચેન્નઈ સુપરકિંગ્સના ઓપનિંગ બેટ્સમેન શેન વોટસનનું નામ આ યાદીમાંથી કઈ રીતે બહાર કરી શકાય. શેન વોટસને આઈપીએલ કરિયર દરમિયાન રમેલી પ્લેઓફ મેચોમાં 389 રન બનાવ્યા છે. જેમાં વર્ષ 2018 આઈપીએલ ફાઇનલ મેચમાં સનરાઇઝર્સ વિરુદ્ધ ફટકારેલા 117 રન પણ સામેલ છે. 


4- માઇકલ હસી 388 રન
ચેન્નઈ સુપરકિંગ્સના હાલના સમયમાં બેટિંગ કોચ માઇકલ હસીનો પોતાના સમયમાં આઈપીએલમાં દબદબો રહ્યો હતો. ડાબા હાથના આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને આઈપીએલની સીઝનમાં ઘણી શાનદાર ઈનિંગ રમી છે. જો વાત પ્લેઓફ મુકાબલાની હોય તો હસીએ નોકઆઉટ મેચોમાં કુલ 388 રન બનાવ્યા છે. 


IPL ઈતિહાસઃ આ 5 બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ નો-બોલ


5- મુરલી વિજય 364 રન
એક સમય એવો હતો જ્યારે મુરલી વિજય આઈપીએલમાં રનનો વરસાદ કરતો હતો. પરંતુ બાદમાં વિજય પોતાના ટેલેન્ટની સાથે આઈપીએલમાં ન્યાય કરી શક્યો નથી. પરંતુ તેની પહેલા મુરલી વિજયે આઈપીએલ પ્લેઓફ મુકાબલામાં પોતાના બેટથી 364 રન ફટકાર્યા છે અને તેના આધાર પર આઈપીએલ પ્લેઓફ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પાંચમાં સ્થાન પર છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર