IPL ઈતિહાસઃ આ 5 બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ નો-બોલ

આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં એવા ઘણા રેકોર્ડ બન્યા છે, જેને ખેલાડી ક્યારેય યાદ રાખવા ઈચ્છશે નહીં. 
 

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘમા અજબ-ગજબના રેકોર્ડ બને છે અને તૂટે છે. પરંતુ કેટલાક રેકોર્ડ એવા પણ છે, જેને કોઈ ખેલાડી બીજીવાર પોતાના આઈપીએલ કરિયરમાં બનાવવા ઈચ્છશે નહીં. તેમાંથી એક રેકોર્ડ છે આઈપીએલમાં સૌથી વધુ નો-બોલ ફેંકવાનો. આઈપીએલમાં ઘણી તકે નો-બોલે મેચનું પરિણામ નક્કી કર્યું છે. આવો જાણીએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ નો-બોલ ફેંકનારા 5 બોલરોના નામ. હકીકતમાં આ ચોંકાવનારો મુદ્દો પણ છે કારણ કે આ યાદીમાં સૌથી વધુ નામ ભારતીય બોલરોના છે. 


 

લસિથ મલિંગા- 18 નો-બોલ

1/5
image

આઈપીએલનો સૌથી સફળ બોલર હોવા છતાં લસિથ મલિંગાનું નામ આ લીગમાં સૌથી વધુ નો બોલ ફેંકનાર બોલરોની યાદીમાં પણ છે. મલિંગાએ પોતાના આઈપીએલ કરિયરની 122 મેચોમાં 2827 બોલ ફેંક્યા છે, જેમાંથી 18 વખત તેણે નો બોલ ફેંક્યો છે. આ સાથે આઈપીએલમાં મલિંગાએ 170 વિકેટ પણ ઝડપી છે. 

 

અમિત મિશ્રા- 20 નો બોલ

2/5
image

ફિરકી બોલર અમિત મિશ્રા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર એકમાત્ર ભારતીય બોલર છે. એક સ્પિનર હોવા છતાં મિશ્રાએ આઈપીએલમાં 20 નો બોલ ફેંક્યા છે. આ 20 નો બોલ અમિત મિશ્રાએ પોતાની 147 મેચમાં ફેંકવામાં આવેલા 3,101 બોલ દરમિયાન ફેંક્યા છે. મિશ્રાના નામે આઈપીએલમાં 157 વિકેટ છે. 

 

ઇશાંત શર્મા- 21 નો બોલ

3/5
image

ભારતીય ક્રિકેટ ટીમના હાલના સમયમાં સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા આઈપીએલમાં સૌથી વધુ નો બોલ ફેંકવા મામલે ત્રીજા સ્થાન પર છે. ઈશાંતે આઈપીએલની 89 મેચમાં 1907 બોલ ફેંક્યા છે. જેમાં તેણે 21 નો બોલ ફેંક્યા છે. ઈશાંતના નામે આઈપીએલમાં 71 વિકેટ છે. 

જસપ્રીત બુમરાહ- 21 નો બોલ

4/5
image

4 વખતની આઈપીએલ વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હંમેશા નો બોલ ફેંકતો જોવા મળે છે. આ સિલસિલામાં બુમરાહે પોતાના આઈપીએલ કરિયર દરમિયાન 21 વખત નો બોલ ફેંક્યો છે. સાથે બુમરાહે આઈપીએલની 82 મેચોમાં 1 હજાર 732 બોલ ફેંકતા 82 વિકેટ પણ ઝડપી છે. 

 

એસ શ્રીસંત- 23 નો બોલ

5/5
image

આઈપીએલના તમામ વિવાદો સાથે નાતો ધવારનાર ફાસ્ટ બોલર એસ શ્રીસંતે પોતાના નાના આઈપીએલ કરિયર દરમિયાન સૌથી વધુ 23 વખત નો બોલ ફેંક્યો છે. શ્રીસંતે 44 આઈપીએલ મેચમાં 880 બોલ ફેંકવાની સાથે-સાથે 40 વિકેટ પણ ઝડપી છે.