નવી દિલ્હીઃ જે રીતે ટી20 ક્રિકેટમાં અંતિમ 5 ઓવર (ડેથ ઓવર્સ)માં છગ્ગા અને ચોગ્ગા વધુ જોવા મળે છે. તેજ રીતે બોલરોની પાસે પણ વિકેટ ઝડપવાની વધુ તક હોય છે. કંઇક આવું વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ જોવા મળે છે, જ્યારે જ્યારે ડેથ ઓવરોમાં બેટ્સમેનો પર બોલરો હાવી થઈ જાય છે. તેના આધાર પર તમારા માટે આ લેખમાં રજૂ છે આઈપીએલના તે 5 બોલર, જેણે અંતિમ ઓવરોમાં કમાલની બોલિંગ કરતા સૌથી વધુ વિકેટ હાસિલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5- પીયૂષ ચાવલા (26 વિકેટ)
લેગ સ્પિનના મહારથી પીયૂષ ચાવલાનું નામ આ લિસ્ટમાં હોવું ગર્વની વાત છે. કારણ કે હંમેશા જોવા મળે છે કે ડેથ ઓવર્સમાં બેટ્સમેન ફિરકી બોલરો પર હાવી રહે છે. તેમ છતાં પીયૂષ ચાવલાએ પોતાની દમદાર બોલિંગનું પ્રમાણ આપતા આઈપીએલની ડેથ ઓવરોમાં 26 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય પીયૂષે આઈપીએલમાં કુલ 150 વિકેટ ઝડપી છે. 


અર્જુન એવોર્ડની યાદીમાંથી બહાર થવા પર સાક્ષી બોલી- મારૂ દિલ તૂટી ગયું


4- સુનીલ નરેન (48 વિકેટ)
વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ખેલાડી સુનીલ નરેન ડેથ ઓવરોમાં ઓછા રન આપવા અને વિકેટ ઝડપવા માટે જાણીતો છે. સુનીલ નરેને આઈપીએલમાં ડેથ ઓવરોમાં બોલિંગ કરતા 48 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય નરેને આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 122 વિકેટ ઝડપી છે. 


3- ભુવનેશ્વર કુમાર (66 વિકેટ)
ટીમ ઈન્ડિયાના સ્વિંગના માસ્ટર ભુવનેશ્વર કુમારને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલર માનવામાં આવે છે. આ કારણ છે કે ભુવીનું નામ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. ભુવનેશ્વક કુમારે આઈપીએલની ડેથ ઓવરોમાં 66 વિકેટ ઝડપી છે. આ સિવાય ભૂવી એકમાત્ર એવો ભારતીય બોલર છે, જેના નામે આઈપીએલની અંતિમ 5 ઓવરોમાં સૌથી વધુ વિકેટ છે. 


2- ડ્વેન બ્રાવો (77 વિકેટ)
કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ટી20 ક્રિકેટમાં અંતિમ ઓવરોમાં વિકેટ ઝડપવાની મહારથ ધરાવે છે. બેટ્સમેનોને પોતાની સ્લોઅર વન બોલિંગથી પરેશાન કરતા બ્રાવોએ આઈપીએલની ડેથ ઓવરોમાં 77 વિકેટ પોતાના નામે કરી છે. બ્રાવોએ આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 147 વિકેટ પ્રાપ્ત કરી છે. 


આ 3 ટીમો ક્યારેય ન બની શકી IPL ચેમ્પિયન, જાણો શું છે કારણ


1- લસિથ મલિંગા (90 વિકેટ) 
આઈપીએલમાં ડેથ ઓવરોમાં વિકેટની સદી પૂરી કરવાની નજીક ઊભેલો મલિંગા તો આ લીગનો સૌથી સફળ બોલર છે. ટી20 ક્રિકેટમાં અંતિમ ઓવરમાં મલિંગાના યોર્કર બોલનો જવાબ સારા-સારા બેટ્સમેનો પાસે હોતો નથી. આ કારણે આઈપીએલમાં ડેથ ઓવર દરમિયાન સૌથી વધુ 90 વિકેટ સાથે લસિથ મલિંગા આ લિસ્ટમાં ટોપ પર છે. એટલું જ નહીં મલિંગા આઈપીએલમાં સૌથી વધુ (170 વિકેટ) વિકેટ ઝડપનાર બોલર પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર