અર્જુન એવોર્ડની યાદીમાંથી બહાર થવા પર સાક્ષી બોલી- મારૂ દિલ તૂટી ગયું

રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મહિલા રેસલર સાક્ષી મલિક (Sakshi Malik)નું નામ ખેલ મંત્રાલયે અર્જુન એવોર્ડની યાદીમાંથી બહાર કરી દીધું છે. તેના પર સાક્ષીએ કહ્યું કે, તેનું દિલ તૂટી ગયું છે. 
 

અર્જુન એવોર્ડની યાદીમાંથી બહાર થવા પર સાક્ષી બોલી- મારૂ દિલ તૂટી ગયું

નવી દિલ્હીઃ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા રેસલર સાક્ષી મલિક (Sakshi Malik)એ અર્જુન પુરસ્કારોની યાદીમાંથી નામ હટવા પર શુક્રવારે ખેલ મંત્રાલય પર સવાલો ઉઠાવ્યા હતા. ખેલ મંત્રાલયે સાક્ષી અને મીરાબાઈ ચાનૂને અર્જુન એવોર્ડ ન આપવાનો નિર્ણય લીધો હતો. આ બંન્ને ખેલાડીઓને પહેલા જ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર ખેલ રત્ન મળી ચુક્યો છે. 

સાક્ષીને 2016મા રિયોમાં બ્રોન્ઝ મેડલ જીતવા અને મીરાબાઈને 2018મા વિશ્વ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. સાક્ષીએ કહ્યું કે, તે તેનાથી નિરાશ છે અને સરકાર તેની સિદ્ધિઓને નજરઅંદાજ કરી રહી છે. સાક્ષીએ કહ્યું, 'હું ઈચ્છુ છું કે લોકો મને અર્જીન એવોર્ડી સાક્ષી મલિકના રૂપમાં બોલાવે. આ પ્રકારની વસ્તુ માટે એથલીટ બધુ કરે છે. તે પુરસ્કાર જીતવા ઈચ્છે છે, જેથી તે તેનાથી પ્રેરિત થઈ શકે.'

તેણે કહ્યું, મને નથી ખ્યાલ કે અર્જુન એવોર્ડ જીતવા માટે મારે હજુ શું કરવું પડશે. 2016મા ખેલ રત્ન મળવાથી હું ખુબ ખુશ છું અને હું તેનું સન્માન પણ કરુ છું. પરંતુ હું હંમેશા અર્જુન એવોર્ડ ઈચ્છતી હતી અને તે મારૂ સપનું હતું. 

'રાજીવ ગાંધી ખેલ રત્ન'ની જાહેરાત, રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને મળશે આ એવોર્ડ

અર્જુન એવોર્ડઃ અતનુ દાસ (આર્ચરી), દુતી ચંદ (એથલેટિક્સ), સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી (બેડમિન્ટન), ચિરા ચંદ્રશેખર શેટ્ટી (બેડમિન્ટન), વિશેષ ભૃગુવંશી (બાસ્કેટબોલ), સૂબેદાર મનીષ કૌશિક (બોક્સિંગ), લવલીના બોરગોહેન (બોક્સિંગ), ઇશાંત શર્મા (ક્રિકેટ), દીપ્તિ શર્મા (ક્રિકેટ), સાવંત અજય અનંદ (અશ્વદોડ), સંદેશ ઝિંગન (ફુટબોલ), અદિતી અશોક (ગોલ્ફ), આકાશદીપ સિંહ (હોકી), દીપિકા (હોકી), દીપક હુડ્ડા (કબડ્ડી), કાલે સારિકા સુધાકર (ખો-ખો), દત્તૂ બબન ભોકાનલ (રોઇંગ), મનુ ભાકર (શૂટિંગ), સૌરભ ચૌધરી (શૂટિંગ), મધુરિકા સુહાસ પાટકર (ટેબલ ટેનિસ), દિવિચ શરણ (ટેનિસ), શિવા કેશનવ (શિયાળુ ખેલ), દિવ્યા કાકરાન (કુશ્તી), રાહુલ અવારે (કુશ્તી), સુયશ નારાયણ જાધવ (પેરા ઓલિમ્પિક), સંદીપ (પેરા એથલેટિક્સ), મનીષ નરવાલ (પેરા શૂટિંગ). 

ધ્યાનચંદ એવોર્ડ: કુલદીપસિંહ ભુલ્લર (એથ્લેટીક્સ), જિન્સી ફિલીપ્સ (એથ્લેટિક્સ), પ્રદીપ શ્રીકૃષ્ણ ગાંધે (બેડમિંટન), ત્રૃપ્તિ મુગર્ડે (બેડમિંટન), એન. ઉષા (બોક્સીંગ), લાખા સિંઘ (બોક્સીંગ), સુખવિન્દર સિંઘ સંધુ (ફૂટબલ), અજિતસિંહ (હોકી), મનપ્રીતસિંહ (કબડ્ડી), જે.કે. રણજીત કુમાર (પેરા એથ્લેટીક્સ), સત્યપ્રકાશ તિવારી (પેરા બેડમિંટન), મનજીત સિંઘ (રોઇંગ), સ્વ. સચિન નાગ (સ્વિમિંગ), નંદન પી. બાલ (ટેનિસ), નેત્રપાલ હુડા (રેસલિંગ).

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news