કોહલી બાદ હવે આ કેપ્ટને કહ્યું, `એમ્પાયરોની ભૂલ રમત માટે સારી નહી`
રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB) વિરૂદ્ધ ગુરૂવારે થયેલા મેચના અંતિમ બોલમાં એસ.રવિના ખોટા નિર્ણય બાદ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ કહ્યું કે એમ્પાયરોની ભૂલ રમત માટે સારી નથી. જોકે બેંગલુરૂની ઇનિંગની અંતિમ ઓવર લસિથ મલિંગા નાખી રહ્યા હતા અને તેમની ઓવરનો અંતિમ બોલ નો-બોલ હતો પરંતુ એમ્પાયરે તેના પર ધ્યાન આપ્યું નહી અને મુંબઇને જીત મળી ગઇ.
બેંગલુરૂ: રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB) વિરૂદ્ધ ગુરૂવારે થયેલા મેચના અંતિમ બોલમાં એસ.રવિના ખોટા નિર્ણય બાદ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ કહ્યું કે એમ્પાયરોની ભૂલ રમત માટે સારી નથી. જોકે બેંગલુરૂની ઇનિંગની અંતિમ ઓવર લસિથ મલિંગા નાખી રહ્યા હતા અને તેમની ઓવરનો અંતિમ બોલ નો-બોલ હતો પરંતુ એમ્પાયરે તેના પર ધ્યાન આપ્યું નહી અને મુંબઇને જીત મળી ગઇ.
રોહિતે કહ્યું કે ''મેદાનથી બહાર આવ્યા બાદ મને આ વિશે ખબર પડી. કોઇએ મને કહ્યું કે તે નો-બોલ હતો. આ પ્રકારની ભૂલ ક્રિકેટ માટે સારી નથી, આ સીધી વાત છે. તેનાથી એક ઓવર પહેલાં બુમરાહની બોલમાં પણ વાઇડ ન હતો. આ મેચના પરિણામો બદલવાની ક્ષણ હોય છે. ઉપર ટીવી પણ છે અને તેને જોવું પડશે કે શું થઇ રહ્યું છે. આ સીધી વાત છે.''
તેમણે કહ્યું કે ''ખેલાડી વધુ કરી શકતા નથી. તે ફક્ત જઇને હાથ મીલાવી શકે છે કારણ કે તે મેચનો અંતિમ બોલ હતો. આ જોવું દુખદ છે અને મને આશા છે કે તે ભૂલ સુધારશે જેમ અમે અમારી ભૂલ સુધારીએ છીએ. મુંબઇની આગામી મેચ શનિવારે પંજાબ વિરૂદ્ધ હશે.