95 બોલ, 4 વિકેટ અને 5 રન... ઘાતક બોલર સામે એક-એક રન માટે બેટ્સમેનોએ કરી તનતોડ મહેનત! 66 વર્ષ જૂનો રેકોર્ડ ચકનાચૂર
Unique Cricket Records: ક્રિકેટની રમતમાં દરરોજ ઘણા રેકોર્ડ બને છે અને કેટલાક આજે પણ અતૂટ છે. મંગળવારે 66 વર્ષ જૂના રેકોર્ડને વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં એક ફાસ્ટ બોલરે તેને તોડી નાખ્યો છે.
Unique Cricket Records: ક્રિકેટની રમતમાં દરરોજ ઘણા રેકોર્ડ બને છે અને કેટલાક આજે પણ અતૂટ છે. મંગળવારે 66 વર્ષ જૂના રેકોર્ડને વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં એક ફાસ્ટ બોલરે તેને તોડી નાખ્યો છે. જો કે, હજુ પણ એક રેકોર્ડ એવો છે જેની આસપાસ પણ કોઈ જોવા નથી મળી રહ્યું. ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સારી બોલિંગ સ્પેલનો રેકોર્ડ હજુ પણ ભારતીય બોલરના નામે છે.
વિન્ડીઝના બોલરે કર્યો કમાલ
વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ કિંગસ્ટનમાં રમાઈ રહી છે. મેચમાં બાંગ્લાદેશની બેટિંગ નાજુક જોવા મળી હતી અને આખી ટીમ 164ના સ્કોરમાં ઓલઆઉટ તઈ ગઈ હતી. કેરેબિયન ફાસ્ટ બોલર જેડન સીલ્સે પોતાની બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. તેમણે 15.5 ઓવર ફેંકી જેમાં તેમણે 4 વિકેટ લીધી. બેટ્સમેનો તેના સ્પેલમાં રન માટે તડપતા હતા. સીલ્સે 95 બોલમાં માત્ર 5 રન જ આપ્યા છે અને 10 મેડન ઓવર ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન સીલ્સની ઈકોનોમી રેટ 0.31 રહ્યો હતો.
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
46 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું
જો આપણે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 46 વર્ષમાં આ સૌથી વધુ સારો સ્પેલ સાબિત થયો છે. સીલ્સે 66 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જે ઓસ્ટ્રેલિયન બોલર જિમ બર્કના નામે હતો. તેમણે 1958માં શાનદાર બોલિંગ કરી અને ઈકોનોમી રેટ 0.40 હતો. જેડન સીલ્સનો રેકોર્ડ સૌથી વધુ સારી બોલરના રેકોર્ડમાં બીજા ક્રમે આવી ગયો છે. તેના સ્પેલ પછી 60 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
નંબર-1 કોણ છે?
આ મામલા પહેલા નંબર પર ભારતના નાડકર્ણી છે, જેમણે 1964માં અતૂટ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 32 ઓવરના સ્પેલમાં માત્ર 5 રન જ આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન નાડકર્ણીએ 27 મેડન ઓવર ફેંકી હતી. તેની ઈકોનોમી 0.15 રહી હતી, છેલ્લા 60 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બોલર આ રેકોર્ડની નજીક આવ્યો હોય.