રાંચીઃ ભારતીય ટીમ વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન ડે મેચ રમવા માટે રાંચી પહોંચી ગઈ છે. રાંચી મહેન્દ્ર સિંહ ધોનીનું વતન છે. આ કારણે જ ટીમ ઈન્ડિયા જ્યારે રાંચી પહોંચી ત્યારે ધોનીની ચર્ચા વધુ થવા લાગી છે. રાંચીમાં ધોની ત્રણ કારણોસર ચર્ચામાં આવી ગયો છે. પ્રથમ, શુક્રવારે રમાનારી વન ડે રાંચીમાં ધોનીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. બીજું, ધોનીએ જેએસસીએ સ્ટેડિયમમાં તેના નામ પર બનેલા 'ધોની પેવેલિયન'નું ઉદ્ઘાટન કરવાનો અત્યંત વિનમ્રતા સાથે ઈનકાર કરી દીધો હતો. ત્રીજું, તે જ્યારે રાંચી પહોંચ્યો ત્યારે એરપોર્ટ પરથી ટીમ ઈન્ડિયાને પોતાની 'હમર' કારમાં બેસાડીને જાતે ડ્રાઈવ કરીને હોટલ સુધી લઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણીની ત્રીજી મેચ શુક્રવારે રમનારી છે. ટીમ ઈન્ડિયાના રાંચી પહોંચવાની સાથે જ ધોની પોતાના ઘરે પહોંચીને રંગમાં આવી ગયો હતો. તેણે એરપોર્ટ પર પોતાની 'હમર' કાર મગાવી રાખી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ અને ભારતીય ટીમના મોટાભાગના ખેલાડી બસમાં બેસીને એરપોર્ટથી રવાના થયા હતા. જ્યારે ધોની એરપોર્ટમાંથી પોતાની હમર કારમાં નિકળ્યો હતો અને તેની સાથે કેદાર જાધવ અને ઋષભ પંત પણ કારમાં ગયા હતા. 


INDWvsENGW: ઇંગ્લેન્ડ સામે સતત ત્રીજી મેચ હારી ભારતીય મહિલા ખેલાડીઓ, ગુમાવી ટી20 સિરીઝ


ધોનીનો કાર ચલાવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. કારમાં કેદાર જાધવ આગળની સીટમાં ધોનીની બાજુમાં બેઠો હતો, જ્યારે ઋષભ પંત પાછળ બેઠો હતો. અન્ય ખેલાડીઓ પણ પાછળની સીટમાં ગોઠવાઈ ગયા હતા. ત્યાર બાદ ધોનીએ સૌને પોતાના શહેરની રાઈડ કરાવી હતી. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક....