બ્રિસ્બેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણીના પ્રથમ મેચમાં ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ધીમી શરૂઆત બાદ ઝડપથી રન બનાવ્યા જેમાં ક્રિસ લિન બાદ ગ્લેન મેક્સવેલની તોફાની ઈનિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. કેપ્ટન એરોન ફિન્ચે પ્રથમ ત્રણ ઓવરમાં ધીમી શરૂઆત કરી પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મોટા શોટ્સ ફટકારતા જોરા મળ્યા હતા. તેમાં ગ્લેન મેક્સવેલનો એક શોટ સીધો સ્પાઇડર કેમેરા સાથે ટકરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લેન મેક્સવેલ 9મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો જ્યારે ફિન્ચ 27 રન બનાવી આઉટ થયો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટે 64 રન હતો. બીજીતરફ ક્રિસ લિન ઝડપથી રન બનાવી રહ્યો હતો, પરંતુ તે મેચની 11મી ઓવરમાં કુલદીપના બોલ પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સ્ટોઇનિસે કેટલાક આક્રમક શોટ ફટકારીને ટીમનો સ્કોર 100ને પાર કરાવ્યો હતો. મેચની 14મી ક્રુણાલ પંડ્યા ફેંકી રહ્યો હતો ત્યારે મેક્સવેલે હેટ્રિક સિક્સ ફટકારી હતી. 



મેક્સવેલે ક્રુણાલની ત્યારપછીની ઓવર (ઈનિંગની 16મી ઓવર)માં પણ ફટકાબાજી જાળવી રાખી. તેની ઓવરના પાંચમાં બોલ પર સિક્સ લગાવ્યા બાદ ફરી મેક્સવેલે મોટો શોટ રમ્યો પરંતુ તે સીધો સ્પાઇડર કેમેરામાં ટકરાયો હચો. ત્યારબાદ વરસાદ શરૂ થતા મેચ રોકવો પડ્યો હતો. 


મેક્સવેલે 23 બોલની ઈનિંગમાં ચાર સિક્સની મદદથી 46 રન ફટકાર્યા હતા.