ગુજરાતીમાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. સખત પરિશ્રમ કરનાર વ્યક્તિને સફળતા એક ના એક દિવસે મળીને રહે છે. યુવા ભારતીય ખેલાડી રિંકુ સિંહની પ્રતિભાથી કોણ અજાણ હશે. આઈપીએલમાં ભૂક્કા બોલાવ્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેનો દમ જોવા મળી રહ્યો છે. સતત મેચમાં તેનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. રિંકુએ ગત વર્ષે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધની એક મેચમાં સતત 5 છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. જેના લીધે રાતોરાત સ્ટાર બની ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે રિંકુની ભારતીય ટીમ સુધી પહોંચવાની સફળ ખુબ જ મુશ્કેલીઓ ભરેલી રહી છે. તેના પિતા ખાનચંદ્ર સિંહ એલપીજી સિલિન્ડર ડિલિવરી કરવામાં મદદ કરતા હતા. હવે રિંકુની ઝળહળતી સફળતા છતાં તેઓ હજુ પણ ગેસ સિલિન્ડર ડિલિવરી કરવાનું કામ કરે છે જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube