શોએબ અખ્તરે કહ્યું, વિરાટ કોહલી મારો સૌથી મોટો દુશ્મન હોત, જો...
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, તે વિરાટ કોહલીની ખુબજ ઈજ્જત કરે છે અને તેને આજે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણે છે. પરંતુ જો વિરાટ કોહલી શોએબ અખ્તરના દોરમાં ક્રિકેટ રમતો હોત તો તે મેદાન પર તેમનો સૌથી મોટો દુશ્મન હોત. વિરાટની પ્રશંસા કરતા અખ્તરે એવું પણ કહ્યું કે, મદાન પર દુશ્મની છતાં વિરાટ અને તે મેદાન બહાર બેસ્ટ ફ્રેન્ડ હોત કેમ કે, બંનેનો સ્વભાવ લગભગ એક જેવો છે.
નવી દિલ્હી: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, તે વિરાટ કોહલીની ખુબજ ઈજ્જત કરે છે અને તેને આજે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણે છે. પરંતુ જો વિરાટ કોહલી શોએબ અખ્તરના દોરમાં ક્રિકેટ રમતો હોત તો તે મેદાન પર તેમનો સૌથી મોટો દુશ્મન હોત. વિરાટની પ્રશંસા કરતા અખ્તરે એવું પણ કહ્યું કે, મદાન પર દુશ્મની છતાં વિરાટ અને તે મેદાન બહાર બેસ્ટ ફ્રેન્ડ હોત કેમ કે, બંનેનો સ્વભાવ લગભગ એક જેવો છે.
આ પણ વાંચો:- ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી
વિરાટ કોહલીને પોતાના જેવો ગણાવતા અખ્તરે કહ્યું કે, તેનામાં અને વિરાટમાં ઘણી સામ્યતાઓ છે. બંને પંજાબી છે, બંને આક્રામક ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને બંનેના દિલ ખુબ જ મોટા છે. કેમ કે બંને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં વિશ્વાસ રાખે છે.
આ પણ વાંચો:- હોકીના મહાન ખેલાડી બલબીર સિંહ સીનિયરનું નિધન, 95 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરની સાથે એક ઈન્ટર્વ્યૂમાં શોએબ અખ્તરે કહ્યું, વિરાટ કોહલી મારો સૌથી નજીકનો મિત્ર હોત કેમ કે, અમે બંને પંજાબી છીએ અને આમારો સ્વભાવ ઘણો એક જેવો છે. ભલે તે મારાથી ઘણો જૂનિયર છે, પરંતુ મારા મનમાં તેના માટે ઘણી ઇજ્જત છે. અમે મેદાન બહાર ઘણા સારા મિત્રો હોત અને તે મેદાનની અંદર અમે બંને એક-બીજાના સૌથી મોટા દુશ્મન હોત.
આ પણ વાંચો:- લાળ પર પ્રતિબંધ કામચલાઉ, સ્થિતિ સામાન્ય થવા પર પરત આવશે તે નિયમઃ અનિલ કુંબલે
આ પહેલી વાર નથી જ્યારે અખ્તરે વિરાટ કોહલીની બેટિંગની પ્રશંસા કરી છે. આ પહેલા પણ અખ્તર વિરાટને બરતરફ કરવાની તેની વ્યૂહરચના જાહેર કરી ચૂક્યો છે. શોએબ અખ્તરે ઈન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો પર કહ્યું હતું કે- 'જો હું બોલિંગ કરતો હોત તો હું ક્રીઝથી ઘણી બહાર જઈ આગળની તરફ આકાર બનાવી બોલ નાખતો અને તેને ડ્રાઇવ કરવા મજબૂર કરતો. જો તે યોજના કામ ન કરે, તો હું 150 કિમી પ્રતિ કલાકની ઝડપે કોહલીને બોલિંગ કરીશ અને કોહલીનો શિકાર કરીશ.
આ પણ વાંચો:- હિટમેને વાપસી માટે આપવી પડશે ફિટનેસ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર થયો હતો ઈજાગ્રસ્ત
દુનિયાના લગભગ તમામ મહાન ક્રિકેટર, પછી ભલે તે સચિન તેંદુલકર (Sachin Tendulkar) હોય અથવા મોહમ્મદ યૂસુફ (Mohammad Yousuf) કે પછી ઈયાન ચેપલ (Ian Chappell) તમામે વિરાટ કોહલીને ક્રિકેટડનો બેસ્ટ બેટ્સમેન ગણાવ્યો છે. આ પૂર્વ ખેલાડીઓના અનુસાર તેમાં કોઈ શક નથી કે વિરાટ ક્રિકેટના ત્રણ પારૂપોમાં આજે દુનિયાનો બેસ્ટ બેટ્સમેન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube