Virat Kohli: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી દિલ્હી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા સારી સ્થિતિમાં હતી, પરંતુ સતત વિકેટો પડવાથી થોડી મુશ્કેલીમાં દેખાવા લાગી. આવી સ્થિતિમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ 44 રન બનાવ્યા બાદ જ્યારે તે ખુબ જ સારુ રમી રહ્યો હતો ત્યારે અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. કોહલી આઉટ થયા બાદ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને ડ્રેસિંગ રૂમમાં જઈને તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.


'ચૂંટણી પંચે દૂધનું દૂધ પાણીનું પાણી કરી દીધુ', ઉદ્ધવ ઠાકરે પર બોલ્યા અમિત શાહ
રેણુકા સિંહની પાંચ વિકેટ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ગુજરાતમાં અહીં લાખો રુદ્રાક્ષમાંથી બનાવેલા શિવલિંગના દર્શન માટે લાગી લાઈનો


ભારતીય ટીમ મેચના બીજા દિવસે ભારે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી હતી. ગઈ કાલે ટીમ ઈન્ડિયા પાસે આ મેચ પર કબજો જમાવવાની સારી તક હતી, પરંતુ વારંવાર પડતી વિકેટો વચ્ચે ટીમ ઈન્ડિયા ભારે મુશ્કેલીમાં જોવા મળી હતી.રાહુલ અને પુજારાના વહેલા આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા કોહલી પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી તેણે 44 રન બનાવીને સારુ રમી રહ્યો હતો પરંતુ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને કારણે તેને આઉટ કરવામાં આવ્યો. આ પછી કોહલી જ્યારે ડ્રેસિંગ રૂમમાં પાછો ફરતો હતો ત્યારે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો.



વાસ્તવમાં ઇનિંગની 50મી ઓવરમાં ડેબ્યૂ મેચ રમી રહેલા મેથ્યુ કુહનેમેનના હાથમાં બોલ હતો. તેણે બોલ કોહલી તરફ ફેંક્યો જે લગભગ એક સાથે કોહલીના બેટ અને પેડ સાથે અથડાતો દેખાયો. આ પછી પણ જ્યારે ડીઆરએસમાં જોવામાં આવ્યું તો તેના આઉટ થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા, પરંતુ તે પછી પણ થર્ડ અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યો હતો. આ પછી ડ્રેસિંગ રૂમ તરફ જતા કોહલી નિરાશ જોવા મળ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં ગયા બાદ તેણે રિપ્લે જોઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો:
આસારામનો ફોટો રાખી પૂજાનો મામલો ગાંધીનગર પહોંચ્યો, શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન
પાક બની ગયું કંગાળ! રક્ષામંત્રી ખ્વાજા આસિફે કરી મોટી જાહેરાત, કહ્યું- નાદાર થયો દેશ

M.S.DHONI આ મેચ પછી IPLમાંથી લેશે નિવૃત્તિ? CSK અધિકારીએ આપી મોટી Update


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube