Virat Kohli પાસેથી છીનવાઈ જશે કેપ્ટનશીપ! શું સાચી પડી આ ખેલાડીની ભવિષ્યવાણી?
નવી દિલ્લીઃ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઈનલ પહેલાં ટિમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર અને સેલેક્ટર રહી ચૂકેલા કિરણ મોરેએ ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, હવે રોહિત શર્માને કેપ્ટન બનાવવાનો સમય આવી ગયો છે. ટિમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઘણીવાર આઈસીસી ટ્રોફિ પોતાના નામે કરવામાં નિષ્ફળ રહ્યા છે. ઈંગ્લેન્ડમાં થયેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ ભારતીય ટિમને ન્યૂઝિલેન્ડ સામે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ ફરી એકવાર વિરાટ કોહલી કેપ્ટન હોવા પર સવાલ ઉઠ્યા છે. હવે એકવાર ફરી રોહિત શર્માને કેપ્ટન બનાવવાની વાતો થઈ રહી છે. જણાવી દઈએ કે, ટિમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર અને સેલેક્ટર રહી ચૂકેલા કિરણ મોરેએ થોડા અઠવાડિયા પહેલાં એક ભવિષ્યવાણી કરી હતી. તેમને કહ્યું હતું કે, હવે રોહિત શર્માને કેપ્ટનની જવાબદારી આપવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો: દાડમના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અવ્વલ, ખેતીમાં તમે પણ આ ટેકનીક અપનાવીને બનો માલામાલ!
વિરાટ કોહલીની નિષ્ફળ કપ્તાની:
ભારતીય ટિમના કેપ્ટન વિરાટ કોહલી એકવાર પણ આઈસીસી ટ્રોફિ નથી જીતી શક્યા. આ વખતે ટિમ ઈન્ડિયા પાસે સારી તક હતી પણ વિરાટ સેના એકવાર ફરી નિષ્ફળ નીવડી. આ પહેલીવાર નથી કે વિરાટ કોહલીની કપ્તાનીમાં ટિમ ફાઈનલમાં પહોંચીને હારી ગઈ હોય. આ પહેલાં પણ વિરાટના નેતૃત્વમાં ટિમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફિના ફાઈનલમાં પહોંચી પણ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ 2019ના વનડે વિશ્વ કપમાં સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે હાર મળી હતી.
આ પણ વાંચો: Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? કારણ જાણીને તમે પણ ચોંકી જશો
આ દિગ્ગજે વિરાટની કપ્તાની મામલે કરી હતી ભવિષ્યવાણી:
કિરણ મોરેએ વિરાટ કોહલીની કપ્તાની મામલે ભવિષ્યવાણી કરી હતી. તેમને કહ્યું હતું કે, રોહિત શર્મા ટૂંક સમયમાં કેપ્ટન બની શકે છે. વિરાટ કોહલી એક ચતુર કેપ્ટન છે અને તેમને ધોનીના નેતૃત્વમાં સારું એવું રમ્યા. જો કે, હવે તેઓ ક્યાં સુધી વનડે અને ટી20 ટિમની કપ્તાની કરવા માગે છે.
આ પણ વાંચો: Anupamaa ના સેટ પરથી વાયરલ થઈ ગયો આ Video, જોઈને ઉડી જશે તમારા હોશ
તેના વિશે વિરાટ કોહલી ખુદ જ વિચારશે:
કિરણ મોરેએ કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટિમમાં મોટા બદવાલ આવી શકે છે. તેમનો સ્પષ્ટ ઈશારો હતો કે, ટી20 વર્લ્ડ કપ માટે ટિમ ઈન્ડિયાનું કમાન રોહિત શર્માના હાથમાં અપાઈ શકે છે.
આ પણ વાંચો: રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!
ટિમ ઈન્ડિયાની શરમજનક હાર:
ભારતીય ખેલાડીઓએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું પણ ત્યાં બીજીવારીમાં 170 રન પર ઓલઆઉટ થતાં ટિમ ઈન્ડિયાએ મેચ જીતવા માટે ન્યૂઝિલેન્ડની સામે 139 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને તેમને બે વિકેટથી મેળવી લીધો. આ સાથે જ કીવી ટિમ દુનિયાની પહેલી ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube