દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની શ્રેણીનો અંત ટેસ્ટ બેટ્સમેનોની આઈસીસી રેન્કિંગમાં નંબર વન બેટ્સમેનના રૂપમાં કર્યો છે. કોહલીએ 59.30ની એવરેજથી 5 મેચોની શ્રેણીમાં 593 રનબ નવા્યા પરંતુ ભારત આ શ્રેણી 1-4થી હારી ગયું હતું. શ્રેણી શરૂ થઈ ત્યારે કોહલી ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથથી 27 પોઇન્ટ પાછળ હતો, પરંતુ હવે તે એક પોઇન્ટ આગળ છે. કોહલી એજબેસ્ટન ટેસ્ટ બાદ પ્રથમવાર ટોપ પર પહોંચ્યો હતો અને પછી તેણે ટ્રેન્ટબ્રિઝ ટેસ્ટ બાદ નંબર એકનું સ્થાન હાસિલ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે તે વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 4 ઓક્ટોબરથી યોજાનારી 2 ટેસ્ટ મેચોની ઘરેલૂ શ્રેણી દરમિયાન પોતાનો નંબર એક રેન્કિંગનો બચાવ કરવાનો પ્રયત્ન કરશે. ભારતનો લોકેશ રાહુલ અને રિષભ પંચ 5મી ટેસ્ટની બીજી ઈનિંગમાં ક્રમશઃ 149 અને 114 રન બનાવવાને કારણે લાંબી છલાંગ લગાવી છે. રાહુલ રેન્કિંગમાં 16 સ્થાન આગળ આવીને 19માં અને પંચ 63 સ્થાન ઉપર 111માં સ્થાને પહોંચી ગયો છે. રવીન્દ્ર જાડેજાએ પ્રથમ ઈનિંગમાં અણનમ 86 રન બનાવ્યા જેના કારણે તે 58માં સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં પણ તે એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયો છે. 


ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટેર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી શાનદાર રીતે વિદાય લીધી છે. ઓવલ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ કુકે ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં રહીને પોતાના કેરિયરનો અંત કર્યો છે. ડાબોડી આ બેટ્સમેને મેચમાં 71 અને 147 રન બનાવ્યા અને પોતાની ટીમને 118 રનથી વિજય અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ યાદગાર પ્રદર્શનથી તેણે 11 સ્થાનોની છલાંગ લગાવી અને 10માં સ્થાન  પર રહીનો પોતાના કેરિયરનો અંત કર્યો છે. અન્ય બેટ્સમેનોમાં જો રૂટ બીજી ઈનિંગમાં 125 રન બનાવવાને કારણે એક ક્રમ આગળ વધીને પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના અન્ય બેટ્સમેનોમાં જોસ બટલર 9 ક્રમ આગળ 23માં અને મોઇન અલી 5 સ્થાન આગળ વધીને 43માં સ્થાને પહોંચી ગયો છે. 


આઈસીસીના ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને નંબર વન સાથે શ્રેણીનો અંત કર્યો છે. લોર્ડ્સ ટેસ્ટબાદ એન્ડરસન પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ 903 હાસિલ કરી હતી. શ્રેણી શરૂ થતા પહેલા તેના રેટિંગ પોઉન્ટ 892 હતા. અત્યારે 899 છે. જે અન્ય બેટ્સમેનોએ પોતાના રેન્કિંગમાં સુધાર કર્યો છે તેમાં બેન સ્ટોક્સ (27માં સ્થાને) આદિલ રાશિદ (44માં સ્થાને) અને સૈમ કરન (51)મું સ્થાન મેળવ્યું છે.