નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. સ્ટાર બેટર કોહલીએ આઈપીએલ 2023ની 50મી મેચમાં 12 રન પૂરા કરવાની સાથે ઈતિહાસ રચી દીધો છે. તે આઈપીએલમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ બેટર બની ગયો છે. આ સાથે તે કોઈ એક ટીમ માટે એક ટૂર્નામેન્ટમાં ટી20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ પહેલા વિરાટ કોહલીએ 233 આઈપીએલ મેચમાં 36.61ની એવરેજથી 6988 રન બનાવ્યા હતા. કોહલી આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી 9 મેચમાં 376 રન ફટકાર્યા છે. તો આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર કોહલીના નામે એક સીઝનમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેણે આઈપીએલ 2016માં 973 રન બનાવ્યા હતા. કોહલીના નામે 113ના સર્વશ્રેષ્ઠ સ્કોરની સાથે આઈપીએલમાં 5 સદી અને 46 અડધી સદી પણ છે. 


આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સે મને નથી બનાવ્યો... જસપ્રિત બુમરાહનું છલકાયું દર્દ


આઈપીએલ 2021માં કોહલી ટી20 લીગમાં 6 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટર બન્યો હતો. આઈપીએલ 2019માં તે સુરેશ રૈના બાદ લીગમાં 5 હજાર રન બનાવનાર બીજો બેટર બન્યો હતો. આઈપીએલમાં  સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી બાદ શિખર ધવન છે. પંજાબ કિંગ્સના કેપ્ટનના નામે 213 મેચમાં 6536 રન છે. ડેવિડ વોર્નર 6189 રનની સાથે ત્રીજા સ્થાને છે. વોર્નરે માત્ર 172 મેચ રમી છે. રોહિત શર્મા (6063) અને રૈના (5528) ચોથા અને પાંચમાં સ્થાને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube