મુંબઈ ઈન્ડિયન્સે મને નથી બનાવ્યો... જસપ્રિત બુમરાહનું છલકાયું દર્દ, આ વાતનો છે અફસોસ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ આઈપીએલની 16મી સીઝનમાં રમી રહ્યો નથી. બુમરાહ છેલ્લા કેટલાક સમયથી સતત ઈજાને સામનો કરી રહ્યો છે. આ વચ્ચે બુમરાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જણાવી રહ્યો છે કે કઈ રીતે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે રમી રહ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સને તેની ખોટ પડી રહી છે. કારણ કે આ સીઝનમાં ટીમની સમસ્યા બોલિંગ રહી છે. બુમરાહ છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ ઈન્ડિયન્સનો નંબર-1 બોલર રહ્યો છે. બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી અનેકવાર મેચમાં ટીમની વાપસી કરાવી જીત અપાવી છે. પોતાની શાનદાર બોલિંગને કારણે બુમરાહ ભારતનો મુખ્ય બોલર બની ગયો છે.
પરંતુ ઈજાને કારણે તે છેલ્લા એક વર્ષમાં બહુ ઓછો સમય મેદાન પર ઉતર્યો છે. આશા કરવામાં આવી રહી છે કે બુમરાહ આ વર્ષે રમાનાર વનડે વિશ્વકપ પહેલા ફિટ થઈ જશે. આ વચ્ચે બુમરાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે કઈ રીતે તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી છે. તેનો આ વીડિયો યુવરાજ સિંહ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટનો છે.
બુમરાહે આ વીડિયોમાં કહ્યું- લોકોને લાગે છે, ઘણા લોકો મને બોલે છે કે હું ટીમ ઈન્ડિયામાં આઈપીએલથી આવ્યો છું પરંતુ આ મિથ છે. હું 2013માં આઈપીએલમાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી મને આઈપીએલમાં ક્યારેક બે, ક્યારેક ચાર અને 10 મેચ રમવાની તક મળી.
When Jasprit Bumrah openIy denied to credit Ml for his success😮 pic.twitter.com/r7zfy7Qw1t
— Rahul Patil (@RahulPatil7A) May 6, 2023
તેણે કહ્યું- હું આઈપીએલમાં સતત રમી રહ્યો નહોતો તો તેના બેસ પર કઈ રીતે હું ટીમ ઈન્ડિયામાં આવી ગયો. મેં વિજય હઝારેમાં પરફોર્મ કર્યું, રણજી ટ્રોફીમાં વિકેટ લીધી. ત્યારબાદ મને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. 2016માં ટીમ ઈન્ડિયામાં આવ્યા બાદ મને સતત આઈપીએલમાં રમવાની તક મળી છે. પછી કઈ રીતે માની લઉં. બેસ તો તમારો રણજી ટ્રોફી અને ઘરેલૂ ટૂર્નામેન્ટ જ છે.
મુંબઈ ઈન્ડિયન્સનો નંબર એક બોલર છે બુમરાહ
જસપ્રીત બુમરાહ પોતાના ધારદાર યોર્કરથી મુંબઈને ઘણી મેચમાં જીત અપાવી છે. તે આ ટીમ માટે અત્યાર સુધી 120 મેચ રમી ચુક્યો છે અને 145 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો તેણે 10 રન આપીને 5 વિકેટ ઝડપી છે. પરંતુ આઈપીએલની 16મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તેને અને તેની બોલિંગને મિસ કરી રહી છે.
ટીમ ઈન્ડિયા માટે પણ દમદાર રેકોર્ડ
બુમરાહ પોતાની શાનદાર બોલિંગની મદદથી ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં પોતાનું પર્દાપણ કરી ચુક્યો છે. બુમરાહે ભારત માટે અત્યાર સુધી કુલ 30 ટેસ્ટ, 72 વનડે અને 60 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 128 વિકેટ તો વનડેમાં 121 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 70 વિકેટ ઝડપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે