લંડન : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એ આ વર્ષે સફળતાના ઉંચા શિખરો સર કર્યા છે. વર્ષ પૂર્ણ થવાના આરે ત્યારે પણ વિરાટનો વધુ એક ડંકો વાગ્યો છે. વિઝ્ડને દાયકાની ઇન્ટરનેશનલ ટીમ જાહેર કરી જેમાં ટેસ્ટ ટીમનું સુકાન વિરાટના હાથમાં આવ્યું છે. હવે વિરાટ ફરી એકવાર વિઝ્ડન ટીમમાં આવ્યો છે. વિઝ્ડને આ વર્ષે પણ દાયકાની ટી20 (Wisdon T20 Team of decade) ટીમમાં વિરાટનો સમાવેશ કર્યો છે. સાથે ભારતીય બુલેટ ટ્રેન સમા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ સ્થાન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોની અને રોહિતને ન મળ્યું સ્થાન
વિઝ્ડનની આ ટીમમાં ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વાઇસ કેપ્ટન રોહિત શર્માને સ્થાન નથી મળ્યું. આ ટીમનું સુકાન ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચને સોંપાયું છે. અહીં નોંધનિય છે કે, આ અગાઉ વિઝ્ડને આ દાયકાની ટેસ્ટ ટીમ જાહેર કરી હતી જેમાં વિરાટને કેપ્ટન બનાવ્યો હતો. 


વિઝ્ડને શું કહ્યું વિરાટ કોહલી અંગે?
વિઝ્ડને વિરાટ કોહલી અંગે કહ્યું કે, કોહલીનો સ્થાનિક ટી20 ક્રિકેટમાં રેકોર્ડ ઘણો સારો નથી પરંતુ ટી20 ઇન્ટરનેશનલ અંગે એવું કહી ન શકાય. વિરાટનો ઇન્ટરનેશનલમાં સ્ટ્રાઇક રેટ ઘણો સારો છે. તે આજે પણ સારી ગતિએ સ્કોર કરવાની ક્ષમતા ધરાવે છે.