નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં પોતાના ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તે અઢી વર્ષથી સદી અને પાંચ મહિનાથી અડધી સદી ફટકારી શક્યો નથી. હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર પણ કોહલીએ 6 આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં માત્ર 76 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખરાબ પ્રદર્શનને કારણે કોહલીની ટીક થઈ રહી છે. પરંતુ આ વચ્ચે કોહલીએ પોતાના ફેન્સ માટે એક મેસેજ મોકલ્યો છે. તેને આલોચકોના જવાબના રૂપમાં પણ માનવામાં આવી શકે છે. આ મેસેજમાં કોહલીએ પોતાનું લક્ષ્ય જણાવ્યું છે અને કહ્યું કે, હું ગમે તે કરવા તૈયાર છું. 


શું કહ્યું વિરાટ કોહલીએ?
કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું, 'મારૂ લક્ષ્ય ટીમ ઈન્ડિયાને એશિયા કપ અને વિશ્વકપ જીતાડવામાં મદદ કરવાનું છે. તે માટે ગમે તે કરવું પડશે, હું તૈયાર છું.' નોંધનીય છે કે એશિયા કપ સપ્ટેમ્બરમાં શ્રીલંકાની યજમાનીમાં યોજાવાનો છે, જે હવે યૂએઈમાં રમાઈ શકે છે. ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં ટી20 વિશ્વકપ રમાવાનો છે. આ બંને મોટી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. 


આ પણ વાંચોઃ કૃણાલ પંડ્યા પિતા બન્યો, પંખુડી શર્માએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું રાખ્યું નામ


કોહલી એક મહિનાની રજા પર
હાલ વિરાટ કોહલી એક મહિનાના બ્રેક પર છે. તે પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યો છે. હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ, ટી20 અને  વનડે સિરીઝ બાદ કોહલી ફ્રી થઈ ગયો છે. હવે તે આગામી એક મહિનો કોઈ સિરીઝ રમવાનો નથી. 


ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાનું છે. સાથે એશિયા કપ પણ રમાવાનો છે. જેનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. તેવામાં કોહલી માટે એક મહિનાનો લાંબો બ્રેક માની શકે છે. 


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે કોહલીને આરામ
હકીકતમાં ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી છે. અહીં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચોની વનડે અને પાંચ મેચોની ટી20 સિરીઝ રમાશે. વનડે ટીમની કમાન શિખર ધવન સંભાળી રહ્યો છે. બીસીસીઆઈએ વનડે અને ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. બંને સિરીઝ માટે કોહલીની પસંદગી કરવામાં આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube