કૃણાલ પંડ્યા પિતા બન્યો, પંખુડી શર્માએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું રાખ્યું નામ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પિતા બની ગયો છે. તેણે પોતાના ટ્વિટર પર પોસ્ટ કરી આ ખુશીના સમાચાર આપ્યા છે. 

કૃણાલ પંડ્યા પિતા બન્યો, પંખુડી શર્માએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું રાખ્યું નામ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. ક્રુણાલ પ્રથમવાર પિતા બન્યો છે. તેનો ખુલાસો કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા કર્યો છે અને પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું છે. ઘરેલૂ ક્રિકેટ અને આઈપીએલમાં સારા પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા કૃણાલ પંડ્યાએ પિતા બનવાની જાણકારી ટ્વિટર પર આપી છે.  

કૃણાલ પંડ્યાએ પોતાની અને પત્ની પંખુડી શર્માની સાથે પુત્રની બે તસવીરો શેર કરી છે. એક તસ્વીરમાં આ કપલ પોતાના પુત્રને ચુંબન કરી રહ્યું છે, જ્યારે બીજી તસ્વીરમાં કૃણાલ અને પંખુડી તેને જોઈ રહ્યા છે. તેણે પોતાના પુત્રના નામનો ખુલાસો કરતા લખ્યુ છે- કવીર કૃણાલ પંડ્યા. કૃણાલે ગ્લોબની ઈમોજી પણ લગાવી છે, જેનાથી કહી શકાય છે કે તે તેને પોતાનો સંસાર માને છે.

— Krunal Pandya (@krunalpandya24) July 24, 2022

નોંધનીય છે કે કૃણાલ પંડ્યા અને મોડલ પંખુડી શર્માએ 27 ડિસેમ્બર 2017ના લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ બંને માતા-પિતા બન્યા છે. તમે જાણીને ચોંકી જશો કે પંખુડીને ક્રિકેટ જોવાનું પસંદ નથી. પરંતુ તે કૃણાલ પંડ્યાની મેચ જુએ છે. કૃણાલ પંડ્યાએ 2018માં ટી20 આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તે 19 ટી20 અને 5 વનડે મેચ રમી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news