દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ પહેલા આઈસીસી  ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર યથાવત છે જ્યારે સાઉથ આફ્રિકાના કાગિસો રબાડા ફરીથી વિશ્વનો નંબર  એક ટેસ્ટ બોલર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ બુધવારે જાહેર કરેલા રેન્કિંગ અનુસાર કોહલીના 935 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે પોતાના  રેટિંગમાં સુધાર કરવાનો પ્રયત્ન કરશે. કોહલીના ટોપ રેન્કિંગમાં હાલ કોઈ ખતરો નથી કારણ કે બીજા નંબર પર  રહેલ સ્ટીવ સ્મિથ (910)નો પ્રતિબંધ હટ્યો નથી અને તે આગામી સિરીઝમાં રમશે નહીં. તેના રેટિંગ 900  પોઈન્ટથી નીચે જવાની સંભાવના છે. 


મહિલા ટી-20 રેન્કિંગઃ વિશ્વકપમાં હાર બાદ હરમનપ્રીત ટોપ-5માં, પૂનમ યાદવ બીજા સ્થાને યથાવત

બોલરોના રેન્કિંગમાં ફેરફાર થયો અને રબાડા ફરીથી નંબર વન બોલર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના જેમ્સ  એન્ડરસનની જગ્યા લીધી જે શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ટીમમાંથી બહાર હતો. તેનાથી એન્ડરસનને નવ  રેટિંગ પોઈન્ટનું નુકસાન થયું અને તે રબાડાથી આઠ પોઈન્ટ પાછળ છે. 


પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડને બીજા ટેસ્ટ મેચમાં હરાવ્યા બાદ જાહેર થયેલા રેન્કિંગમાં ભારતીય ઓફ સ્પિનર અશ્વિન  પણ સાતમાં સ્થાને પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજા (પાંચમાં) હજુપણ ભારતનો નંબર એક બોલર છે.  પાકિસ્તાનના યાસિર શાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 14 વિકેટ ઝડપવાના દમ પર નવ સ્થાનની છલાંગ લગાવીને તે  10માં સ્થાને પહોંચી ગયો છે. બેન સ્ટોક્સ (28માં), દેવેન્દ્ર બિશૂ (32માં), આદિલ રાશિદ (36માં), જૈક લીચ  (41માં), લક્ષણ સંદાકન (45માં) અને માલિંદા પુષ્પકુમાર (61માં)ના રેન્કિંગમાં સુધાર થયો છે. 



INDvsAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી જોવા મળેલા પાંચ સૌથી મોટા વિવાદ


ભારતીય બેટ્સમેનોમાં કોહલી સિવાય ચેતેશ્વર પૂજારા (છઠ્ઠા) ટોપ-10માં સામેલ છે. ટોપ-10 બેટ્સમેનોની યાદમાં  માત્ર એક ફેરફાર થયો છે તથા દિનેશ ચંડીમલની જગ્યાએ ઉસ્માન ખ્વાજા 10માં સ્થાને પહોંચ્યો છે. અંજ્કિય  રહાણે બે સ્થાન નીચે આવીને 19માં સ્થાન પર આવી ગયો છે જ્યારે લોકેશ રાહુલ બે સ્થાન ઉપર સંયુર્ક 24માં  સ્થાન પર પહોંચી ગયો છે.