સિડનીઃ સંન્યાસ લઈ ચુકેલા ક્રિકેટરોનું ટી20 લીગમાં રમવું સામાન્ય વાત છે પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, જ્યારે તે નિવૃતી લેશે તો બીજીવાર બેટ પકડશે નહીં. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું નિવૃતી લીધા બાદ કે બીસીસીઆઈનો પ્રતિબંધ હટ્યા બાદ તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રમશે તો કોહલીએ કહ્યું કે, નિશ્ચિત રીતે સંન્યાસ લીધા બાદ તે આ રીતે કોઈપણ ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષનો વિકાટ કોહલી આ સમયે શાનદાર ફોર્મમાં છે. તે દરેક મેચની સાથે પોતાના વ્યક્તિગત અને કેપ્ટનશિપનો રેકોર્ડ સારો કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શનિવારે શરૂ થયેલી વનડે પહેલા મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, જુઓ મને નથી ખ્યાલ કે ભવિષ્યમાં આ પ્રકારના વલણમાં ફેરફાર આવે છે કે નહીં. જ્યાં સુધી મારો સવાલ છે તો એકવાર સંન્યાસ લીધા બાદ વધુ ક્રિકેટ રમવું, ઇમાનદારીથી કહું તો મને નથી લાગતું કે હું તે લોકોમાં સામેલ છું. 


સિડની વનડે લાઇવ અપડેટ્સ


નિવૃતી બાદ ઘણા મોટા ખેલાડી રમે છે ટી20 લીગમાં
એબી ડિવિલિયર્સ અને બ્રેન્ડન મેક્કુલમ સંન્યાસ લઈ ચુકેલા ક્રિકેટર નિયમિત રીકે આઈપીએલ અને બિગ બેશ લીગ જેવી ટી20 લીગમાં રમે છે પરંતુ કોહલીએ કહ્યું કે, તેની આ યીદામાં જોડાવાની ઈચ્છા નથી. તેણે કહ્યું, હું છેલ્લા પાંચ વર્ષમાં ઘણું ક્રિકેટ રમ્યો છું અને હું તેના પર પણ ટિપ્પણી નથી કરી શકતો કે સંન્યાસ બાદ હું પહેલી વસ્તુ શું કરીશ કારણ કે મને નહીં લાગતું કે હું બીજીવાર બેટ ઉપાડીશ. 


વિરાટે જણાવ્યું આ કારણ
કોહલીએ કહ્યું, જે દિવસે રમવાનું બંધ કરીશ તે દિવસે મારી ઉર્જા પૂરી થઈ ગઈ હશે અને આ કારણ છે કે હું ક્રિકેટ છોડી દઈશ. તેથી બીજીવાર મેદાન પર ઉતરીને રમવાની સંભાવના દેખાતી નથી. પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપનાર વિરાટ ઘણા સમયથી પીઠના દુખાવાથી પરેશાન છે. તેમ છતાં કોઈપણ મુશ્કેલી વગર સતત ક્રિકેટ રમવામાં સફળ રહ્યો છે. 


વર્લ્ડ કપ માટે ભારતની મજબૂત તૈયારી
કેપ્ટને પોતાની ટીમના બેટિંગ ક્રમની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે, ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા એકદિવસીય વિશ્વ કપથી પૂર્વે બેટિંગ ક્રમ મજબૂત જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું, છેલ્લા 12 મહિનામાં એકદિવસીય મેચોમાં અમારી બેટિંગ ખૂબ મજબૂત રહી અને તેમાં ઓપનિંગ બેટ્સમેનોની મહત્વની ભૂમિકા રહી છે.