આજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહી
IMD Rain Alert In Gujarat : આખું વર્ષ ગમે ત્યારે વરસાદ પડે કે ન પડે તેની કોઈ ચિંતા હોતી નથી, પરંતુ નવરાત્રિના નવ દિવસ વરસાદ ન પડે તેવી ગુજરાતીઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો, અને આજે બીજું નોરતું છે. ત્યારે બીજા નોરતે વરસાદ આવશે કે નહિ આવે, શું કહે છે હવામાન વિભાગની આગાહી તેના પર એક નજર કરીએ. વરસાદ આવે તો ખેલૈયાઓનો મૂડ બગડે અને ગ્રાઉન્ડ કીચડવાળું થાય છે તે અલગ.
ગુજરાતના ફેમસ યુનાઈટેડ વેના ગરબાના ગ્રાઉન્ડ પર કીચડ
વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા મેદાન પર ખેલૈયાઓને કડવો અનુભવ થયો. મેદાન પર હજી પણ વરસાદી પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. કીચડમાથી પસાર થઈ ખેલૈયાઓને મેદાનમાં જવું પડ્યું હતું. મેદાનમાં પણ પગ ખૂપી જાય એટલું કીચડ જોવા મળ્યું. પહેલા નોરતે ખેલૈયાઓના ગરબા બગડ્યા, ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો હતો. હજારો રૂપિયા પ્લેયર્સ પાસના વસૂલતા હોવા છતાં સુવિધાના નામે મીંડુ
ચિંતા નહિ કરો, વરસાદ નહિ આવે
xહવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. એટલે કે બાકીના જિલ્લાના લોકોને પહેલા નોરતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.
ગુજરાતમાં ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જોકે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.
અંબાલાલ પટેલની આગાહી
xહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં પાંચમી ઑક્ટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 5થી 22મી ઑક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે.
Trending Photos