હૈદરાબાદઃ ભારતે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં હરાવીને શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી હતી. બંન્ને ટેસ્ટમાં યુવા ખેલાડી પૃથ્વી શો અને રિષભ પંતની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ જીતને લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં તે સૌથી મહત્વનું હોય છે કે તમે તમારા પર કેટલો વિશ્વાસ કરો છો. તમને તમારી જાત પર વિશ્વાસ હોય તો તમે ટેસ્ટ ક્રિકેટમાં સારો સ્કોર કરી શકો છો. પૃથ્વી શોને લઈને કોહલીએ કહ્યું કે, પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં મેન ઓફ ધ શ્રેણી પસંદ થવું ખુબ મોટી વાત હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ પૃથ્વી શો અને રિષભ પંતની ખુબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, પૃથ્વી શાનદાર ખેલાડી છે. પંતને તેણે નિર્ભિક ગણાવ્યો હતો. આ સાથે તેણે કહ્યું કે, કેટલિક જગ્યાએ તેને ધ્યાન આપવાની જરૂર છે, તેને જણાવવામાં આવશે. પરંતુ બંન્ને ખેલાડી ખુબ પ્રતિભાવના છે અને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નક્કી કરી રહ્યાં છે. તેને ખ્યાલ છે કે ટીમમાં સામેલ થવા અને બન્યા રહેવા માટે શું જરૂરી છે. 


આ શ્રેણીમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉમેશ યાદવે પોતાના કેરિયરમાં પ્રથમવાર મેચમાં દસ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. તે કપિલ દેવ અને જવાગલ શ્રીનાથ બાદ ઘરેલૂ મેચમાં દસ કે તેનાથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. 


વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતને પ્રથમ ઈનિંગમાં 367 રન પર રોકવામાં સફળ રહી, પરંતુ ત્યારબાદ તેની બેટિંગ ફ્લોપ રહી અને ટીમ બીજી ઈનિંગમાં 127 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં 56 રનની લીડ મેળવનાર ભારતને 72 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તકફથી પૃથ્વી શો અને રાહુલ બેટિંગ કરતા 16.1 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં આઠમી વખત 10 વિકેટથી જીત મેળવવામાં સફળ રહી છે. આ સાથે પોતાના દેશમાં સતત 10 ટેસ્ટ શ્રેણી જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે.