નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીંલકાની સામે પોતાને ડેબ્યૂ કરનાર ખેલાડી આજે દુનિયાના મહાન બેટ્સમેનમાં સામલે થયો છે. વિરાટે તેની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા. વિરાટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે 2008થી લઇને 2019ની તેની 11 વર્ષની સફરને યાદ કરી છે. વિરાટ કોહલીએ 2008માં ભારતીય અંડર 19ની આગેવાની કરી ટીમને વર્લ્ડ કપ અપાવ્યો હતો. વિરાટ હાલમાં ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટની ટીમનો કેપ્ટન છે. વિરાટે પહેલી સેન્ચ્યુરી 2009માં મારી હતી. હવે વિરાટ વન-ડેમાં સદી ફટકારવાના મામલે બીજા સ્થાન પર છે. તે વન-ડેમાં 43 સદી ફટકારી ચુક્યો છે. વિરાટ વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર સચિન તેંદુલકર (49)ના રેકોર્ડથી માત્ર 6 સદી દુર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વેસ્ટઇન્ડિઝ-એ સામે છવાયા ઈશાંત, ઉમેશ અને કુલદીપ, ટીમ ઇન્ડિયાની સ્થિતિ થઇ મજબૂત


DDCAનો મોટો નિર્ણય, ફિરોઝશાહ કોટલામાં બનશે 'વિરાટ કોહલી સ્ટેન્ડ'


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...