DDCAનો મોટો નિર્ણય, ફિરોઝશાહ કોટલામાં બનશે 'વિરાટ કોહલી સ્ટેન્ડ'

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની શાનદાર સિદ્ધિઓને જોતા દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ ફિરોઝશાહ કોટલા મેદાનના એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનો નિર્ણય કર્યો છે.

DDCAનો મોટો નિર્ણય, ફિરોઝશાહ કોટલામાં બનશે 'વિરાટ કોહલી સ્ટેન્ડ'

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની શાનદાર સિદ્ધિઓને જોતા દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ ફિરોઝશાહ કોટલા મેદાનના એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના બે અન્ય પૂર્વ ખેલાડીઓ બિશન સિંહ બેદી અને મોહિન્દર અમરનાથના પણ કોટલામાં સ્ટેન્ડ છે, પરંતુ તેમને આ સન્માન નિવૃતી લીધા બાદ મળ્યું હતું. 

કોહલી સૌથી યુવા ક્રિકેટર છે, જેના નામે સ્ટેન્ડ રાખીને તેને સન્માનિત કરવામાં આવશે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ એક નિવેદનમાં કહ્યું, 'વિશ્વકપમાં વિરાટ કોહલીના શાનદાર યોગદાને ડીડીસીએનું ગૌરવ વધાર્યું છે. ઘણી સિદ્ધિઓ અને કેપ્ટનશિપમાં રેકોર્ડ બનાવવા માટે અમને તેને સન્માનિત કરવામાં ખુશી થશે.'

વીરેન્દ્ર સહેવાગ અને અંજુમ ચોપડા દિલ્હીના બે અન્ય ક્રિકેટર છે, જેના નામ પર કોટલામાં ગેટ છે, જ્યારે હોલ ઓફ ફેમના પૂર્વ ભારતીય કેપ્ટન એમએસકે પટૌડીનું નામ આપવામાં આવ્યું છે. ડીડીસીએની સાથે ભારતીય ટીમના સભ્યોને 12 સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં સન્માનિત કરશે. 

તેમણે કહ્યું, 'યાદોને મજબૂત કરવા માટે ડીડીસીએ એક સ્ટેન્ડનું નામ તેના નામે રાખવા ઈચ્છે છે.' મને વિશ્વાસ થે કે 'વિરાટ કોહલી સ્ટેન્ડ' દિલ્હીના યુવા ક્રિકેટરો માટે પ્રેરણાનો સ્ત્રોત હશે. અમને ખુશી છે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન જ દિલ્હીનો ખેલાડી નથી, પરંતુ ઓપનિંગ બેટ્સમેન (શિખર ધવન), વિકેટકીપર (રિષભ પંત) અને એક મુખ્ય બોલર (ઇશાંત શર્મા) પણ દિલ્હીના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news